હાલમાંજ દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા બાદ લવજી બાદશાહને કોઈએ સવાલ કર્યો કે તમે આટલા બધા રૂપિયા કેમ વાપરો છો? જુઓ આપ્યો આવો મજેદાર જવાબ

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરતના લવજી પટેલ એટલે માનવતાનું અને જન સેવકનું ઉત્તમ ઉદાહરણ છે. ખરેખર જીવનમાં નિત્તીમત્તા અને પ્રમાણિકતા અને સેવાભાવ શીખવો હોય તો લવજીભાઈ પટેલ થી શીખવું જોઈએ. આપણે જાણીએ છે કે, હાલમાં જ લવજીભાઈ પટેલ પોતાની દીકરીનાં લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે. ત્યારે ખરેખર આ પ્રસંગ પરથી જ ખબર પડી જાય છે કે, લવજીભાઈ પટેલ પાસે કેટલી સંપત્તિ હશે. આમ પણ લવજીભાઈને સુરત શહેરમાં બાદશાહ તરીકેનું બિરુદ આપ્યું છે.

હાલમાં જ કેળવણીધામ ખાતે વિધાર્થીઓ દ્વારા લવજીભાઈને તેમના અને પોતાના જીવનલક્ષી અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા તેમજ તેમના ધંધાને સંબંધિત પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં એક વ્યક્તિએ લવજીભાઈ ને પૂછ્યું હતું કે, તમે આટલા બધાં પૈસા વાપરો કેમ છો? લવજીભાઈ જે ઉત્તર આપ્યો એ પોતાની કોઠાસૂઝ અને સાદગી રીતે જ આપ્યો. આમ પણ લવજીભાઈ ભલે ભણેલા નહિ હોય પરંતુ ગણતર અને કોઠાસૂઝ દ્વારા આજે સુરતમાં પોતાનું સામ્રાજય ઉભું કર્યું છે.

જીવનમાં આમ પણ કહેવાય છે ને કે, ભગવાન ત્યારે જ આપે છે, જ્યારે તમે કોઈને આપ્યું હોય. લવજીભાઈ ને જ્યારે પૈસા વાપરવવા બાબતમાં પૂછવમાં આવ્યુ ત્યારે તેમને કહ્યું કે, પૈસા તો બધા પાસે છે પણ બે જ રસ્તા છે કે,પૈસા મેલીને જશું કા તો આપીને! ભેગા લઈને જઈશું એવી તો કોઈ વ્યવસ્થા જ નથી. આમ પણ જે પૈસા નથી વાપરતો એ કેશિરયર છે, કારણ કે કેશિયર પાસે રોજ કરોડો રૂપિયા આવે છે હાથમાં પરતું વાપરી શકતો નથી. જે પૈસા નથી વાપરતો એ વ્યક્તિ કેશિયર છે અને જે પૈસા વાપરે એજ સાચો માલિક.

જીવનમાં આમ પણ લવજીભાઈનો માત્ર એક ધ્યેય રહેલો છે કે, જીવનને મોજથી અને સદકાર્યોમાં વિતાવવું! હાલમાં જ આપણે જોયું છે કે, લવજીભાઈ એ પોતાની દિકરીમાં લગ્નમાં એટલા પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે કે, તે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. જાજરમાન અને અતી ભવ્ય લગ્ન એ લોકોની નજર સુરત તરફ આકર્ષી હતી. ખરેખર લવજીભાઈ વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *