પ્રેમમાં પાગલ પ્રેમીઓ / પ્રેમના કોડ પુરા ન થતા સુરતના પ્રેમી પંખીડાએ કર્યો એવો કાંડ કે જાણીને તમે ચોંકી ઉઠશો

સુરત

સુરત શહેરમાંથી એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવા બનાવો સામે આવી રહ્યા છે. સુરત શહેર જાણે સુસાઇડ પોઇન્ટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ધરતીનગર નજીક તાપી નદીના કિનારા પાસે પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવીને આઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના બાદ ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી પોલીસને ઘટના અંગે માહિતી માતા તરત જ કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તાજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસ દરમિયાન બંને પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું છે. યુવક અને યુવતીએ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ધરતી નગર નજીક તાપી નદીના કિનારા પાસે ઝેરી દવા ગટગટાવીને મોત વહાલું કર્યું છે. યુવક અને યુવતીની એકસાથે લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં પોલીસે લાશને કબજે કરીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

હાલમાં કાપોદ્રા પોલીસ પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવીને શા માટે કર્યો? તેમજ પ્રેમી પંખીડા કાપોદ્રા વિસ્તારમાં તાપી નદીના કિનારે ક્યાંથી આવ્યા હતા. તે અંગે કાપોદ્રા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તાપી નદીના કિનારે યુવતીની લાશ મળતા સમગ્ર પંથકમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશ ઉપર કબજો મેળવ્યા બાદ માહિતી આપતા જણાવ્યું કે, યુવતીએ ગુલાબી કલરની કુર્તિ પહેરી હતી જ્યારે યુવકે જીન્સ નો પેન્ટ અને બ્લુ કલરનું ટી-શર્ટ પહેર્યું હતું. પોલીસે યુવક યુવતીની લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. તો બીજી તરફ મૃતક યુવક યુવતી કોણ છે અને તેઓએ આપઘાત કર્યો છે કે, કેમ આ સમગ્ર દિશામાં તપાસ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.