અરે બાપરે / ચાલુ બસમાં જ પ્રેમી પંખીડાએ ગટગટાવી લીધું ઝેર, પછી કંડક્ટરે ત્યાં જયને જગાડ્યા તો થયું એવું કે જાણીને ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ગુજરાત

ડીસા(Deesa)માં બનેલ એક બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ડીસામાં એસટી બસ(ST bus)માંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ડીસા પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને યુવક-યુવતી રાધનપુરથી બસમા બેસ્યા હતા અને ડીસામાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, એક યુવક અને યુવીત રાધનપુરથી અંબાજી જઈ રહેલી બસમાં બેસ્યા હતા અને GJ18 Z2085 નંબરની બસ અંબાજી જઈ રહી હતી. ત્યારે આ બસ ડીસા પહોંચતાની સાથે જ બસના કંડક્ટરે યુવક-યુવતીને જગાડવામાં આવ્યા હતા પરંતુ બંને ઉઠ્યા ન હતા.

જેને કારણે બસના કંડક્ટરે પોલીસને જાણ કરી એમ્બ્યુલન્સ દ્વારા બંન્નેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલના ડોકટરો દ્વારા બંન્ને યુવક-યુવતીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમા બહાર આવ્યુ છે કે, માંડવી-અંબાજી બસમાં રાધનપુરથી બેઠેલા યુવક-યુવતીએ બસમાં ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવનનો અંત લાવ્યા હતા.

પોલીસ દ્વારા બંન્ને મૃતકોના મૃતદેહોને પોસમોર્ટમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃત્યુ પામેલા યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસે આ ઘટનાને પગલે બંનેની ઓળખ જાણવા અને બંને કયા શહેરના છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.