પ્રેમ કરવાની આવી કેવી સજા? / પ્રેમિકાને મળવા આવેલા પ્રેમી સહીત ત્રણ યુવાનોને થાંભલે બાંધીને મારી મારીને ભૂત બનાવી દીધા, જુઓ વિડિઓ વાઇરલ થતા ધોતિયા થયા ઢીલા : જુઓ વિડિઓ

ગુજરાત

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સાજીવાવ ગામે રહેતા સગીરને ગોધરા તાલુકાના ઓરવાડા ગામની યુવતી સાથે પ્રેમસંબધ હતો. જેની ઘરવાળાને ખબર પડી ગઇ હતી. જેથી યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકને સબક શીખડાવવા યુવતી સાથે ફોન કરીને યુવકને ઓરવાડા બોલાવ્યો હતો. પ્રેમી તેના સગા ધર્મેન્દ્ર વિક્રમસિંહ ખાંટ તથા ભુપેન્દ્ર લક્ષ્મણભાઇ પટેલની બાઇક ઉપર રાત્રે ઓરવાડાના તળાવ પર આવ્યા હતા.

આ દરમિયાન બાઇકો પર અન્ય ઇસમો આવીને બાઇક ઉપર આવેલા પ્રેમી સાથેના ધર્મેન્દ્ર તથા ભુપેન્દ્રભાઇને પકડી પાડ્યા હતા. જ્યારે પ્રેમી ભાગી ગયો હતો. પ્રેમિકાના સગાઓએ બે યુવકને ઓરવાડા ગામના એક ફળીયાના વીજ થાંભલા સાથે બાંધી દઇને બંને યુવકોને માર મારીને ભાગી ગયેલ પ્રેમીને ફોન કરીને બોલાવ્યો હતો.

ગ્રામજનોએ સહિત સહિત 3ને દોરડા વડે વીજ થાંભલા સાથે બાંધીને લાકડાના દંડા વડે માર માર્યા હતા. દંડાના મારથી ગામના આગેવાનોએ યુવકોને બચાવી યુવકોના પરિવારજનોને બોલાવી પરીવારને સોંપ્યા હતા. ઘટનાનો વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.

જ્યાં ગોધરા તાલુકા પોલીસ મથકે ખાતુભાઇ જેસિંગભાઇ બારીયા, માતાજી ઉર્ફે ભગા લક્ષ્મણ બારીયા, ભલા શીંગ બારીયા, ટીના કનુ બારીયા અને કનુ જસીંગ બારીયા નામના પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો હતો. પોલીસે અોરવાડાના 5 લોકોની અટકાયત કરી હતી. વાઇરલ વીડિયોમાં યુવકોને મારતા અન્ય લોકોની શોધખોળ શરૂ કરાઇ હતી. પીડિત ધર્મેન્દ્રકુમાર ખાંટ મારા મામાના છોકરાને તેની સાથે બોલતી છોકરીએ ફોન કરીને બોલાવ્યો હતો.

હું, મામાનો છોકરો, મારો સાળો બાઇક લઇને સવારે ચાર વાગે અોરવાડા ગયા ત્યાં કેટલાકે અમને પકડ્યા હતા. મામાનો છોકરો ભાગ્યો હતો. અમને બેને ઓરવાડાના ફળીયામાં લઇ જઇને મારતા મામાના છોકરાને બોલાવ્યો હતો. અમને થાંભલે બાંધીને દંડાથી માર્યા હતાં. સવારે 10 વાગે અમારા ગામના સરપંચ આવતા છોડ્યા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/10/09-vadodara-talibani-saja-rohit_1649578572/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.