BREAKING NEWS / LRDની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરાયુ, જાણો એક ક્લિક પર કોને કેટલા માર્ક્સ મળ્યા

ટોપ ન્યૂઝ ગુજરાત

રાજ્યમાં હાલ ચાલી રહેલી LRDની ભરતીમાં શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું છે. LRD ભરતીની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટીમાં મળેલ ગુણની વિગત નીચે આપેલી વેબસાઈટ પર જોઈ શકાશે. આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેમની 10મી એપ્રિલના રોજ લેખિત કસોટી યોજાશે.

જો કોઇ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી 28 ફેબ્રુઆરી સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, ગાંધીનગર અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે. આ તારીખ પછી મળેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. શારીરિક કસોટી પ્રક્રિયામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોની નિયમ મુજબ લેખિત પરી 10 એપ્રિલના રોજ યોજાવાનું નક્કી કરવામાં આવેલું છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.

( તમારું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો : https://lrdgujarat2021.in/ )

વધુ ઉમેદવારો દોડમાં પાસ
નોંધનીય છે કે, 29મી જાન્યુઆરીએ જ લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતી માટે 8.86 લાખ ઉમેદવારોની અરજી મળી હતી અને 3 ડિસેમ્બરથી શારીરિક કસોટી શરૂ કરવામાં આવી હતી, જે 29 જાન્યુઆરી પૂરી થઈ હતી. આ કસોટીમાં 6.98 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા.

પાસ થવા કેટલા સમયમાં દોડ પૂરી કરવાની હતી?
આ શારીરિક કસોટીમાં પુરૂષ ઉમેદવારોને પાસ થવા માટે 5000 મીટરની દોડ 25 મિનીટમાં, મહિલા ઉમેદવારોને પાસ થવા માટે 1600 મીટરની દોડ 9 મિનીટ 30 સેકન્ડમાં અને એક્સ-આર્મીમેનને પાસ થવા માટે 2400 મીટરની દોડ 12 મિનીટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની હતી.

10 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી
જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.