KL રાહુલનો ડંકો / જુઓ લખનઉની ટીમે પંજાબ કરતા આટલા કરોડ વધુ પૈસા આપી રાહુલને ખરીદ્યો, જુઓ બીજા બે ધુંઆધાર ખેલાડીઓ પણ થયા સામેલ

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

ક્રિકેટ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ IPLને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમદાવાદ બાદ હવે લખનૌએ પણ પોતાના ખેલાડી પસંદ કર્યા છે.

IPL 2022 માટે નવી ટીમ લખનઉ ફ્રેન્ચાઈઝીએ 3 ખેલાડીઓની પસંદગી કરી લીધી છે. ESPN ક્રિકઈન્ફોના રિપોર્ટ્સ પ્રમાણે કે.એલ.રાહુલને 15 કરોડ રૂપિયા, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને 11 કરોડ અને રવિ બિશ્નોઈને 4 કરોડની સેલેરી સાથે ટીમમાં જોડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ટીમની કેપ્ટનશિપ પણ કે.એલ.રાહુલને સોંપવામાં આવશે.

ગત સિઝનમાં પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ કે.એલ.રાહુલને 11 કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડ્યો હતો. તેવામાં હવે રાહુલને લખનઉની ટીમે રૂ.4 કરોડ વધારે આપીને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. તો બીજી બાજુ અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોજ રૂપિયા અને શુભમન ગિલને 7 કરોડ રૂપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો છે.

આ સિલેક્શન ગેમચેન્જર બની શકે છે
લખનઉ ટીમનું આ સિલેક્શન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કે.એલ.રાહુલે એકપણ IPL ટ્રોફી જીતી નથી પરંતુ તેણે બેટિંગ કરી શાનદાર 500+ રનનો સ્કોર કર્યો છે. વળી IPL 2020માં તો રાહુલે શાનદાર પ્રદર્શન દાખવી ઓરેન્જ કેપ મેળવી લીધી હતી.

તેવામાં હવે સ્ટોઈનિસની વાત કરીએ તો દિલ્હી માટે તેણે લાસ્ટ 3 સિઝન રમી છે જેમાં શાનદાર પ્રદર્શન દાખવ્યું છે. તેમે IPLમાં કુલ 56 મેચ રમી છે જેમાંથી 135.81ના સ્ટ્રાઈક રેટથી તેણે 914 રન કર્યા છે. સ્ટોઈનિસે આની સાથે 30 વિકેટ પણ લીધી છે.

આગની જેમ રન બનાવે છે રાહુલનું બેટ
કેએલ રાહુલ આ પહેલા પંજાબની ટીમનો કેપ્ટન હતો પરંતુ ટીમે હાલમાં જ તેને રીલીઝ કર્યો છે. રાહુલની કેપ્ટનશિપમાં પંજાબને કોઈ મોટી સફળતા નથી મળી પરંતુ તેઓ પોતે શાનદાર પ્રદર્શન કરતાં હતા. 2020માં તો રાહુલે ઓરેન્જ કેપ પણ હાંસલ કરી હતી.

રવિ બિશ્નોઈ પણ IPLની 23 મેચમાં 24 વિકેટ લઈ ચૂક્યો છે. વળી જોવાજેવી વાત એ છે કે રાહુલની સાથે સ્ટોઈનિસ અને બિશ્નોઈ પણ પંજાબ માટે રમી ચૂક્યો છે.

કેપ્ટન હાર્દિક પંડ્યા અમદાવાદની ટીમને લીડ કરશે
IPL 2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લઈ લીધા છે. espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને સાત કરોડ મળશે. હાર્દિક પંડ્યા કેપ્ટન હશે. 22 જાન્યુઆરી સુધીમાં IPLની બે નવી ટીમ અમદાવાદ અને લખનઉએ ત્રણ-ત્રણ ખેલાડી રિટેન કરવાના હતા.

અમદાવાદ ટીમે કોચિંગ સ્ટાફની પસંદગી પણ કરી લીધી છે. ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા હશે. ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.