શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના, જુઓ બોટાદમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીની સાથે જે કર્યું તે જાણીને તમારું લોહી ઉકળશે

ગુજરાત ટોપ ન્યૂઝ

ફરી એક વાર વિદ્યાના મંદિરમાં થઇ હેવાન્યત. શિક્ષણએ વિદ્યાર્થીની પર નજર બગાડી તેની છેડતી કરી. આ સમગ્ર ઘટના બોટાદથી સામે આવી છે. બોટાદના શિક્ષકે વિદ્યાર્થીની ના કર્યા અડપલા. લંપટ શિક્ષકે વિદ્યાર્થીની પર નજર બગાડી તેની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધી તપાસ ધરી છે.

આ ઘટના ને લઇ ને ગામ સહિત પંથકમાં ચકચાર સાથે શિક્ષક પર લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. આ ઘટના બોટાદના રાણપુરમાં આવેલી કન્યા શાળામાં સર્જાય છે. જાવેદ ચુડેસરા નામના લંપટ શિક્ષકે કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી કરીને છેડતી કરી હતી. આ ઘટના થી શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.

વિદ્યાર્થીની છેલ્લા કેટલાક સમયથી વિધર્મી શિક્ષકની કરતૂતનો ભોગ બની રહી હતી. વિદ્યાર્થીનીએ તેના પરિવારને આ અંગે વાત કરતા આજે પરિવારજનો શાળા પર પહોચીને શાળા પર હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીનીના પરિવારે પોલીસ ફરિયાદ નોધાવી.

વિદ્યાર્થીનીના પરિવારે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. તેની સાથે અધર્મી લંપટ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરિયાદને આધારે રાણપુર પોલીસે વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. આવા નરાધમ શિક્ષકોને કારણે દીકરીઓ શાળાએ જવામાં પણ દરે છે. વિદ્યાર્થીનીઓ આવા હેવાનોના કારણે શાળાએ જતા દરે છે. દીકરીઓની સલામતીઓ પર સવાલ ઉભા થાય છે. આ ઘટનાના સમગ્ર જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *