ગુજરાત બોર્ડ-નિગમમાં ધરમૂળથી બદલાવ થવા જઇ રહ્યો છે. હવે બોર્ડ નિગમમાં પણ નો-રિપીટની થિયરીનો અમલ થશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદેથી મધુ શ્રીવાસ્તવ રાજીનામું આપશે
જેમ જેમ 2022ની ચૂંટણી નજીક આવી રહી છે.તેમ નવી નિયુક્તિ પણ જોવા મળી છે.ત્યારે રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં નવી નિયુક્તિઓ કરવાની ફિરાકમાં ભાજપ હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.કેમકે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે બોર્ડ-નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના રિપોર્ટ કાર્ડ મંગાવવા તેમજ રાજીનામા આપવાનો દોર શરૂ થયો છે.
કયા મોટા નેતા હવે રાજીનામું આપશે : મધુ શ્રીવાસ્તવ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. ચેરમેને તરીકે આપી શકે રાજીનામુ
આઈ.કે.જાડેજા 70 મુદા અમલીકરણ ચેરમેને તરીકે આપી શકે રાજીનામુ, બળવંતસિંહ રાજપૂત GIDC ચેરમેને તરીકે આપી શકે રાજીનામુ
મધુ શ્રીવાસ્તવ રાજીનામું આપવા તૈયાર, ગુજરાત ભાજપ દ્વારા ચેરમેનના રાજીનામાની માંગ બાદ મધુ શ્રીવાસ્તવ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે. શ્રીવાસ્તવે રાજીનામાં વિષે નિવેદન આપતા કહ્યું કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદે રાજીનામું આપીશ. પ્રદેશ પ્રમુખે રાજીનામું માંગ્યું છે ત્યારે પ્રમુખનો હુકમ માન્ય છે. હું પાર્ટીનો કાર્યકર છું. પ્રદેશ પ્રમુખ કમલમ આવશે એટલે રાજીનામુ આપીશ.
સી આર પાટીલનો આદેશ તમામે શિરોમાન્ય રાખ્યો
2022ની ચૂંટણી પહેલા ખાલી પડેલી બોર્ડ નિગમની નિમણુંક કરાય તેવી શકયતા સેવાઈ રહી છે.ત્યારે રાજ્ય સરકારના કુલ 78 બોર્ડ નિગમમાં છે,જેમાંથી 40થી વધુ વોર્ડ નિગમ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક બાકી છે.જેમાં અગાઉ 16 જેટલા લોકો રાજીનમાં આપ્યા છે,જ્યારે વધુ કેટલાક ચેરમેન વાઇસ ચેરમેને રાજીનામ આપ્યા છે.
જે અંગે હવે આગામી દિવસોમાં નવી નિમણુંક અંગે અત્યારથી જ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચેરમેનો સાથે મુલાકાત કરી લીધી છે. મહત્વનું છે કે 30થી વધુ બોર્ડ નિગમના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની અવધિ પૂર્ણ અગાઉ થઈ ચૂકી છે. ત્યારે બોર્ડ નિગમમાં અવધિ પૂર્ણ થતાં હાલ 8 જેટલા રાજીનામાં આપ્યા છે.આગામી દિવસોમાં વધુ રાજીનામાં પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આમ તો ભાજપ દ્વારા આજથી 2022ની ચૂંટણી અંગે રણનીતિ આરંભી હોય તેમ લાગી રહ્યું છે,કેમકે આજે રાજ્યભરમાં ભાજપ દ્વારા 579 મંડળ સ્તરે બેઠકનું યોજાઈ હતી.તેમજ બોર્ડ નિગમની કેટલાક બોર્ડના ચેરમેને રાજીનમાં આપ્યા છે,તેમજ છેલ્લા કેટલાય સમયથી ખાલી પડેલી જગ્યા અંગે ભાજપ વિચારણા હાથ ધરે તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે.ચૂંટણીને પહેલા ભાજપ નારાજગી ખાળવા અને 2022 તૈયારી આરંભ સમાન જોવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?
? વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!