‘મેગી’ને પણ લાગ્યો મોંઘવારીનો માર / 2 મિનિટમાં તૈયાર થઇ જનાર મેગી આજથી આટલા રૂપિયા થઇ મોંઘી, જુઓ કંપનીએ ભાવ વધારાનું કારણ જણાવ્યું

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

મોંઘવારીનો તડકો હવે તમારી મેગેને પણ લાગી ગયો છે. તેને બનાવનાર કંપની નેસ્લે ઇન્ડીયાએ મેગીના નાના પેકેટની કિંમત 12 રૂપિયાથી વધારીને 14 રૂપિયા કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિંદુસ્તાન યૂનીલિવર (HUL) અને નેસ્લેએ ચા, કોફી, અને દૂધના ભાવમાં 14 માર્ચથી વધારો કરી દીધો છે. હિંદુસ્તાન યૂનીલિવરે કહ્યું કે ખર્ચ વધવાથી આ વસ્તુઓના ભાવ વધી ગયા છે.

મેગીના અલગ-અલગ પેકીંગ 9 થી 16% ટકા મોંઘા
નેસ્લે ઇન્ડીયાએ જાહેરાત કરી કે 9 થી 16% ટકા વધી ગયા છે. નેસ્લે ઇન્ડીયાએ મિલ્ક અને કોફી પાવડરના ભાવ પણ વધારી દીધા છે. ભાવ વધ્યા બાદ હવે 70 ગ્રામ મેગીના એક પેકેટ માટે 12 રૂપિયાના બદલે 14 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ 140 ગ્રામવાળા મેગી મસાલા નૂડલ્સની કિંઅમ્ત 3 રૂપિયા એટલે 12.5 ટકા વધી ગઇ છે. જ્યારે હવે મેગીના 560 ગ્રામવાળા પેક માટે 96 રૂપિયાના બદલે 105 રૂપિયા ચૂકવવા પડશે. આ મુજબ તેના ભાવ 9.4 ટકા વધી ગયા છે.

કેટલી મોંઘી થઈ ચા-કોફી
1) હિન્દુસ્તાન યૂની લિવરે BRU કોફીની કિંમતો 3-7% સુધી વધારી છે. 2) બ્રુ ગોલ્ડ કોફી જારની કિંમતો પણ 3-4% સુધી વધી ગઈ છે. 3)ઈંસ્ટેન્ટ કોફી પાઉચની કિંમત 3%થી લઈને 6.66% સુધી વધી ગઈ છે. 4) તાજમહલ ચાની કિંમતો 3.7%થી લઈને 5.8% સુધી વધી ગઈ છે. 5) બ્રૂક બોન્ડ વેરિઅન્ટની અલગ-અલગ ચાની કિંમતો 1.5%થી લઇને 14% સુધી વધી ગઈ છે.

મિલ્ક પાવડર પણ થશે મોંઘા
નેસ્લેએ A+ દૂધના એક લિટરના ભાવમાં વધારો કર્યો છે. પહેલા આ માટે 75 રૂપિયાના બદલે હવે 78 રૂપિયા ચૂકવવા પડશે. નેસકાફે ક્લાસિક કોફી પાઉડરના ભાવમાં 3-7%નો વધારો થયો છે. તે જ સમયે, 25 ગ્રામનું નેસકેફેનું પેક હવે 2.5% મોંઘું થઈ ગયું છે. આ માટે 78 રૂપિયાના બદલે હવે 80 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે નેસકેફે ક્લાસિકના 50 ગ્રામના 145 રૂપિયાના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.