મહાઠગ ઝડપાયો / આખા ભારત સાથે ઠગાઇ કરીને આવેલા મહાઠગને પોલીસે ઝડપી લીધો, જુઓ ઠગાઈના આંકડા સાંભળી ચોંકી ઉઠશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

સુરતના જવેલર્સના માલિકને ‘રાજસ્થાન પાલીના ધારાસભ્ય કે યહાં સે બોલ રહા હું’ કહી ઠગાઈ કરવા આવેલા એકને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી સુરત-રાજસ્થાનના 60થી વધુ ઠગાઈના ગુનાના આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પરિચિત વ્યક્તિઓના નામે વેપારીઓને ફોન કોલ કરનાર મહાઠગ બાજ 10 દિવસ પહેલા જ જયપુર જેલમાંથી છૂટ્યો હોવાનું બહાર આવ્યું છે. ઠગબાજ સુરેશ ઉર્ફે ભૈરીયા ભવરલાલ ઘાંચી ગૂગલ પરથી મહાનુભવોના નામ નંબર લઈ ઠગાઈનો પ્લાન બનાવતો હોવાનું સામે આવ્યું છે. ઠગ દિલ્હીથી સુરત પ્લેનમાં ઠગાઈ કરવા આવ્યો હતો.

દાગીના ખરીદવાની વાત કરી રૂપિયા માગ્યા
ક્રાઈમ બ્રાન્ચએ જણાવ્યું હતું કે, સુરતના જવેલર્સ વેપારી દિપકભાઇ ચોકસીને એક અજાણ્યા ઇસમે ફોન કરી કહ્યું હતું કે, “મે એમએલ.એ. પાલી (રાજસ્થાન) સે બોલ રહા હું. હમ ફેમીલી કે, સાથ સુરત આયે હુયે હૈ. ઔર સુરત સે જયાદા માત્રા મે ગોલ્ડ જવેલરી ખરીદને કા હૈ, હમને હમારે તરીકે સે ઓનલાઇન સર્ચ કિયા તો આપકા નામ મીલા હે” તેમ કહી દાગીના ખરીદવાની વાત કરી હતી. ત્યારબાદ બીજી વાર ફોન કરી જણાવ્યું હતું કે, અમારા સંબંધીને અમદાવાદ ખાતે દવાખાના કામ અર્થે રૂપીયા પાંચ લાખ જોઇએ છે. તો તમે મોકલી આપો અમે સાંજે આવી તમારો હિસાબ દાગીના ખરીદી સાથે કરી દઇશુ, તમને કોઇની પણ રેફરેન્સ જોઇતો હોય તો મને કેજો હું તેઓ પાસે રેફરેન્સ અપાવીશ. બસ આ વાત સાંભળતા જ દિપકભાઇને શંકા ગઈ હતી. જેથી તેમણે પોલીસ કમિશ્નરનો સંપર્ક કરી તમામ હકીકત જણાવી હતી.

આરોપીએ 60 ગુના આચર્યા છે
પોલીસ કમિશનર અજય તોમરે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આ બાબતથી વાકેફ કરાતા તાત્કાલિક દિપકભાઇનો સંપર્ક કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચએ વર્ક આઉટ હાથ ધરી આરોપીના મોબાઇલ નંબર આધારે ટેક્નિકલ સર્વેલન્સ મારફતે ટીમ વર્કથી ગણતરીના કલાક માં જ આરોપીને સુરત રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. તપાસમાં આરોપીનું નામ સુરેશ ઉર્ફે ભેરીયા ભવરલાલ ઘાંચી ઉ.વ. 33 ધંધો ડ્રાઇવીંગ રહેવાસી મકાન 24 રામદેવ રોડ,પાલી જી-પાલી રાજસ્થાનનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં પણ રાજસ્થાનના લગભગ 60 જેટલા ગુનાઓ આચર્યા હોવાનું કબુલ્યું હતું.

મહાનુભાવોના નામે છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી
મજકુર આરોપી સુરેશ ઉર્ફે ભૈરીયા ભવરલાલ ઘાંચી છેલ્લા દસ વર્ષથી ઠગાઇ કરતો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ ગુગલ પરથી રાજસ્થાનના મહાનુભવોનો નંબર મેળવી રાજસ્થાનના અલગ-અલગ શહેરોમાં જઇ ત્યાના વેપારીઓના ફોન નંબરો મેળવી ફોન કરતો અને પ્રથમ મહાનુભવના નામથી ફોન કરી તેમના સબંધી આવેલા છે. તેમને તમારી દુકાન પર ખરીદી કરવા આવશે તો તમે જોઇ લેજો, પછી પોતે બીજા નંબરથી ફોન કરતો અને વેપારીને જણાવતો કે, પોતે મહાનુભવોનો સબંધી છે. સાંજે દુકાને ખરીદી કરવા આવશે, ત્યારબાદ ફરી પોતે વેપારીને ફોન કરી તેના સંબધીને અન્ય બીજા શહેરમાં અરજન્ટ રૂપીયાની જરૂર છે. તેમ કહી આંગડીયા મારફતે વેપારી પાસે રૂપીયા ટ્રાન્સફર કરાવી વેપારીઓ સાથે ઠગાઇ કરતો હતો. મજકુર રાજસ્થાનમાં અલગ-અલગ શહેરોમાં 10 ગુનામાં પકડાયેલો છે. છેલ્લા દસ દિવસ પહેલા જયપુર જેલમાંથી છૂટયો છે. તેની સામે રાજસ્થાનમાં ઘણા ગુના નોંધાયેલ છે. સુરતના જવેલર્સ વેપારી સાથે ઠગાઇ કરવાના ઇરાદે જયપુરથી પાલીથી બસમાં દિલ્હી અને દિલ્હીથી પ્લેનમાં સુરત આવ્યો હતો.

પોલીસ કમિશનરની લોકોને અપીલ
સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરી છે કે સુરત શહેરના નાગિરકો તથા જવેલર્સ કે વેપારીઓને જો તમારી સાથે આવા કોઈ પણ ઇસમ કે અજાણ્યા નબરથી ફોન કરી આપને સાથે ઠગાઈ કરવાનો ફોન આવે કે પ્રયત્ન કરે તો સુરત શહેર પોલીસનો તાત્કાલિક સંર્પક કરવા વિનંતી છે. તથા આવા કોઈ પણ અજાણ્યા ઇસમ દ્વારા ફોન કરી ઠગાઈ કરવાની કોશિશ કરે તેની શંકા ઉપજે તો વિડીયો કોલ કરીને પણ ફોન કરનાર ઇસમની ખરાઈ કરવી જેથી આવા પ્રકારની ઠગાઈથી બચી શકાય,


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *