શું મહેશ સવાણી પણ કેસરિયો ખેસ ધારણ કરશે? / વિજય સુવાળા બાદ મહેશ સવાણીએ ભાજપમાં જોડાવા મુદ્દે આપ્યું ચોંકાવનારું નિવેદન : જાણો શું કહ્યું?

ગુજરાત ટોપ ન્યૂઝ

વિજય સુંવાળા આજે બપોર પછી કમલમમાં જઈને વિધિવત રીતે ભાજપમાં જોડાશે. BJPમાં જોડાયા પહેલા વિજય સુવાળાએ મીડિયાને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે મને આમંત્રણ મળ્યું છે, ભાજપમાં જોડાઇને હું લોકોની સેવા કરીશ. છેલ્લે સુધી તેઓ ભાજપમાં જોડાશે કે કેમ તેના પર ફોલ પાડ્યો નહોતો. તેઓ છેલ્લે સુધી કહેતા રહ્યા કે મને મોકો મળશે તો હું ભાજપમાં સેવા કરીશ.

આપ નવી પાર્ટી છે ભાજપ જૂની પાર્ટી છે. ભાજપનું વિશ્વમાં સૌથી મોટું સંગઠન છે. આ વાતો પરથી એકવાત સ્પષ્ટ છે કે સુવાળાનો ભાજપ પ્રેમ સ્પષ્ટ દેખાય છે. તમને જણાવી દઈએ કે વિજય સુવાળાને ઇસુદાન ગઢવી મનાવી શક્યા નહોતા. AAP નેતાઓ ઓલ ઇઝ વેલ કરતા રહ્યા અને ભૂવાજી ભાજપમાં જતા રહ્યા છે.

આપ નેતા મહેશ સવાણીએ વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આપણા દેશમાં દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્ર છે, જેમણે જ્યાં મરજી હોય, જેમણે જ્યાં વિચારો હોય. તે પ્રમાણે કામ કરતા હોય છે. વિજય સુવાળા સાથે આપ નેતા મહેશ સવાણીએ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં ગઈકાલે જ વિજયભાઈ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે જણાવ્યું કે મારી પાસે સમય નથી. હું પાર્ટી માટેસમય આપી શકતો નથી. એટલે હું પાર્ટીમાંતી રાજીનામું આપું છું.

તેમણે જણાવ્યું હતું કે રાજકારણ એટલે સેવા કરવાનો મોકો મળે ત્યાં લોકો કામ કરે છે. વિજયભાઈ એક કલાકાર છે, અને તેઓને તેમના પ્રોગ્રામ અને કાર્યક્રમમાં બિઝી હોવાના કારણે પાર્ટી માટે સમય આપી શકતો નથી. મને મારા કામમાં ડિસ્ટર્નબન્સ થાય છે. એટલે હું પાર્ટીમાંથી રાજીનામું આપું છું.

તેમણે ઉમેર્યું હતું કે, રાજકારણ એ સેવા માટે છે, પણ હવે લોકો હોદ્દા માટે મથે છે. ગઈકાલે મને વિજયભાઈએ એવું કહ્યું છે કે મારા પ્રોગ્રામમાં વ્યસ્ત રહું છું, એટલા માટે હું રાજીનામુ આપું છું. પરંતુ આજે ચિત્ર કંઈક અલગ છે. સવાણીને જ્યારે એવું પુછવામાં આવ્યું કે ભુવાજી તો કહેતા હતા કે મારી પાછળ લાંબી લાઈન થશે. તેના પર સવાણીએ કહ્યું કે એતો આવનારા સમય બતાવશે, હું અત્યારે તેના પર કંઈ ના કહી શકું. તમામ લોકો પોતાના વિચારો પ્રમાણે કામ કરે છે અને તે પાર્ટીમાં જોડાય છે.

વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર મહેશ સવાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. બીજી બાજુ જ્યારે મહેશ સવાણીને જ્યારે પુછવામાં આવ્યું કે ભવિષ્યમાં તમને ભાજપ મોકો આપે તો તમે જોડાશો તો તેના પર તેમને હાસ્ય કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. આપના નેતા મહેશ સવાણીનું નિવેદન કોઈ સ્ટેન્ડ માટે ક્લિયર જણાતું નહોતું. તેમના નિવેદન સાંભળીને કોઈને પણ અંદાજ આવી શકે છે કે તેઓ ભવિષ્યમાં આપ છોડીને ભાજપ કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ  VS24 NEWS દ્વારા તેમને ઈન્ટરવ્યૂમાં પુછ્યું કે તમને ભાજપમાં જોડાવા માટે ઓફર મળે તો… તે સવાલના જવાબમાં મહેશ સવાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે અત્યારે આ મુદ્દે હું જવાબ આપી શકું તેમ નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.