દિલ્હી માં હાલમાં જ એક ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. અહી, નવી દિલ્હીના જનપથ વિસ્તારમાં એક પુરપાટ ઝડપે આવી રહેલા થાર વાહને રસ્તાના કિનારે ચાલતા એક વ્યક્તિને કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઘાયલને રામ મનોહર લોહિયા હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ( અકસ્માતનો LIVE વિડિઓ નીચે આપેલો છે )
પોલીસે આ કેસમાં આરોપી ડ્રાઈવરને પકડવા માટે ટીમો બનાવી છે. આ ઘટના બુધવારે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે રાજ મિસ્ત્રી ગિરધારી (39) રાજધાનીના પોશ વિસ્તારમાં રોડ ક્રોસ કરીને બાજુમાં જઈ રહ્યો હતો, તે દરમિયાન એક ઝડપથી આવતી કાર અચાનક તેની સાથે અથડાઈ ગઈ.
આ અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવરે કારને રોકી ન હતી અને તેને વધુ સ્પીડમાં ચલાવી હતી. સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં સવારે 8 વાગ્યાની આસપાસ અકસ્માતની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ જોયું કે કાર દ્વારા કચડાયેલ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ( વિડિઓ નીચે આપેલો છે )
તેને તાત્કાલિક આરએમએલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ રોડ અકસ્માત હોવાનું જણાય છે. આ મામલામાં IPCની કલમ 279 અને 304A હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. પોલીસે આરોપી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.
LIVE હીટ એન્ડ રન: પુરપાટ ઝડપે આવતી થારે રસ્તા પર જતા વ્યક્તિને કચડયો- મળ્યું દર્દનાક મોત pic.twitter.com/HP7O53xoZp
— Trishul News (@TrishulNews) March 31, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!