ચીનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ચીનનું Boeing 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે વિમાનમાં કુલ 133 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં જાનહાનિ અંગે હાલ કોઈ જાણકારી સામે આવી નથી. સ્ટેટ મીડિયાએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
બોઈંગ 737 અચાનક ક્રેશ
સ્ટેટ મીડિયાના રિપોર્ટ મુજબ બોઈંગ 737 વિમાને 133 મુસાફરો સાથે ઉડાણ ભરી હતી. પરંતુ તે અચાનક ક્રેશ થઈ ગયું. હજુ એ સ્પષ્ટ થયું નથી કે આખરે આ વિમાન ક્રેશ કેવી રીતે થયું. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરોના આ અકસ્માતમાં મોત નિપજ્યા હોઈ શકે છે. પરંતુ હજુ સુધી તેની કોઈ જ અધિકૃત જાહેરાત કરાઈ નથી.
Kunming થી ભરી હતી ઉડાણ
ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ ચીનનું ઈસ્ટર્ન એરલાઈન્સનું આ બોઈંગ 737 વિમાન Kunming થી Guangzhou તરફ જઈ રહ્યું હતું. Guangxi પ્રાંત નજીક અચાનક વિમાનમાં આગ લાગી ગઈ અને તે પહાડો વચ્ચે તૂટી પડ્યું. જેના કારણે પહાડોમાં પણ આગની જ્વાળાઓ જોવા મળી. ઘટનાની ખબર મળતા જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
We are following multiple unconfirmed reports about a possible accident involving China Eastern Airlines flight #MU5735 a Boeing 737-89P (B-1791) en route from Kunming to Guanghzou, China. pic.twitter.com/d8MhU7mZPv
— Aviation Safety Network (ASN) (@AviationSafety) March 21, 2022
MU 5735 વિમાને દક્ષિણ પશ્ચિમ ચીનના યુન્નાન પ્રાંતમાં Kunming શહેરના Changshui એરપોર્ટથી 1.15 વાગે ઉડાણ ભરી હતી. આ વિમાને 3 વાગ્યા સુધીમાં Guangdong પ્રાંતના Guangzhou પહોંચવાનું હતું. પરંતુ તે પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે માત્ર સાડા છ વર્ષ જૂનું હતું. જૂન 2015માં એરલાઈન્સે તે લીધુ હતું. MU 5735 માં કુલ 162 સીટ હતી જેમાંથી 12 બિઝનેસ ક્લાસ અને 150 ઈકોનોમી ક્લાસની હતી.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/21/73_1647852944/mp4/v360.mp4 )
અત્રે જણાવવાનું કે આ અગાઉ આજે અન્ય એક દુર્ઘટના પણ ઘટી જેમાં દિલ્હીથી ઉડેલી કતાર એરવેઝની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ વિમાન દોહા જઈ રહ્યું હતું. જેમાં લગભગ 100 મુસાફરો સવાર હતા. ત્યારબાદ તમામ મુસાફરોને અન્ય વિમાન દ્વારા દોહા રવાના કરવામાં આવ્યા.
#BREAKING An incident involving a China Eastern Airlines aircraft with 133 people aboard has occurred in China’s Guangxi Zhuang Autonomous Region. The precise nature of the incident remains undetermined and a rescue operation is underway. #Boeing_737 pic.twitter.com/GM9u0E0HIG
— China Takeaway (@China24Official) March 21, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!