આચાર્યની હેવાનિયત / સુરતમાં શિક્ષણના મંદિરને ઐયાશીનો અડ્ડો બનાવનાર નફ્ફટ આચાર્યએ બાળકોને નગ્ન કરી વિકૃતિની તમામ હદો પાર કરી, જુઓ 200 જેટલા વિડિઓ સામે આવ્યા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરતના પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે જાતિ સતામણી કરતો મામલો પુણા પોલીસમાં પહોંચ્યો છે.પોલીસે પ્રિન્સિપાલ નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ (રહે, નીલકંઠશ્વેર સોસા, સુમૂલ ડેરી રોડ) સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. ( કામલીલાનો વિડિઓ નીચે આપેલો છે )

એક 14 વર્ષના વિદ્યાર્થી સાથે આચાર્યએ આચરેલી હેવાનિયતનાં દૃશ્યો સામે આવ્યાં છે. બાળક સાથે વિકૃતિની તમામ હદ પાર કરી દીધી હોવાનું સ્પષ્ટ દેખાય છે. આરોપી પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા છે. પુણા પોલીસમાં પાલિકાના તપાસ સમિતિના નિરીક્ષકે ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે પ્રિન્સિપાલ નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

( વીડિયોમાં આચાર્ય પણ કેદ થયા છે. )

ગુનો દાખલ થતાંની સાથે પ્રિન્સિપાલ નિશાંતકુમાર ઘરેથી ભાગી ગયો છે. શાળાનો આચાર્ય નિશાંત વ્યાસ પોતાની કેબિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કર્યો હતો. પછી અન્ય વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પોતાનો મોબાઇલ શૂટિંગ ઉતારવા માટે આપ્યો હતો. પ્રિન્સિપાલની સાથે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરતા હતા. ( નફ્ફટ આચાર્યનો વિડિઓ નીચે આપેલો છે )

(બાળક કપડાં માટે વિદ્યાર્થી તરફડિયાં મારતો હતો.)

એટલું જ નહિ, તે વિદ્યાર્થીને નગ્ન કરી કેબિનમાં દોડાવતા હતા. વિદ્યાર્થીનાં કપડાં પણ સંતાડી દીધાં હતાં. પુણામાં રહેતા 14 વર્ષના વિદ્યાર્થી, જેને પ્રિન્સિપાલે નગ્ન કર્યો હતો તેની પૂછપરછ કરી હતી, જેમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે વીડિયો 3થી 4 વર્ષ જૂનો છે. એ વખતે પ્રિન્સિપાલ નિશાંતના કહેવાથી 6થી 7 વિદ્યાર્થીઓએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો.

( ગુનો દાખલ થતાં આચાર્ય ઘરેથી ભાગી ગયો.)

એક વીડિયો 54 સેકન્ડ અને બીજો એક 2.12 મિનિટનો છે. એક વીડિયોમાં સ્ટાફ રૂમ જેવા ખંડમાં બાળકને સંપૂર્ણ નગ્ન કરી તેના હાથ-પગ જકડી બળજબરીનો પ્રયાસ કરાય છે. આ દૃશ્યમાં યુનિફોર્મ પહેરેલા બાળક સહિત અન્યોના ચહેરા દેખાઇ આવે છે. પ્રિન્સિપાલ પણ દેખાય છે. ( નફ્ફટ આચાર્યનો વિડિઓ નીચે આપેલો છે )

મોડી સાંજે જાણવા મળ્યા મુજબ, પુણા પોલીસે અરજીને આધારે સમિતિની તપાસ સમિતિને પોલીસ મથકે તેડાવી છે. તપાસ સમિતિએ કરેલી અરજીમાં જે 200 વીડિયો સામે આવ્યાં છે એમાં કરાયેલી પ્રાથમિક તપાસમાં બાળકો સાથે જાતીય સતામણી અંગેની ઘટના અંશતઃ પુરવાર થઇ રહી છે, તેથી આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ કરવા જણાવાયું છે.

પુણાની શિક્ષણ સમિતિની શાળા નં. 300ના આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા બાળકોની કરાયેલી જાતીય સતામણી પ્રકરણમાં પાલિકા કમિશનરે સમૂળગી ઘટના અંગે તપાસ સમિતિ નીમી હતી. આ તપાસ સમિતિ દ્વારા પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવતાં તેના આધારે આચાર્યને સસ્પેન્ડ કરાયો હતો. તપાસ સમિતિએ વીડિયોની પણ તપાસ કરી હોઈ, વીડિયો બેથી ત્રણ વર્ષ જૂના હોવાનું જણાયું છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/19/07-surat-bad-video-principal-sunilnew_1658219987/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *