માં મોગલને પ્રસન્ન કરવા માટે મણીધર બાપુએ આપ્યા વિશેષ ઉપદેશો, જુઓ માત્ર આટલું કરવાથી માં મોગલ તમારી બધી મનોકામના પુરી કરશે

ધર્મ

સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ એક અલૌકિક શક્તિ થી થયું છે અને હજી ચાલી રહ્યું છે જે અલૌકિક શક્તિને આપણે ભગવાન કે દેવી તરીકે પૂજીએ છીએ .માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે. માં મોગલની સાચા દિલ થી માનતા રાખવાથી દરેક મનોકામના પુરી થઈ જાય છે.

માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. મોગલ માં નો હાથ કાયમ તેમના ભક્તો ના માથે રહે છે. ભક્તો ના દુઃખ હરવા માટે અને તેમની મુસીબત ને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. લોકોમાં પણ માં મોગલ ને ઘણી શ્રદ્ધા છે માના ભક્તો દેશ વિદેશ માં છે.

કબૂરાઉ માં સાક્ષાત બિરાજમાન માં મોગલના પરચાઓ તો સૌ કોઈ જાણે જ છે. માં મોગલ સાથે અહીં મણિધર બાપુ પણ બિરાજમાન છે. મોટી સંખ્યા માં ભક્તો કબૂરાઉ ધામમાં આવે છે છતા પણ અહીં કયકરે ભોજન ની કમી નથી થતી.

જણાવી દઈએ કે હાલમાં મંદિર માં 108 યજ્ઞ કુંડ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માની પૂજા કરવામાં આવી રહી છે. લોકોએ માં મોગલ પર ખૂબ જ વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા રાખેલી છે. માતા મોગલના ભક્તો દુનિયાના ખૂણેખૂણે વસેલા છે અને પોતાની માનતા પુરી થાય તે માટે તેના ભક્તો મોગલ માના શરણે આવી અને માનતા માંગે છે.

મણિધર બાપૂ એ માં મોગલ ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય બતાવ્યા છે. બાપુએ કહ્યું કે માં ને ખુશ કરવા કોઈ ઉપવાસ કે વ્રત કરવાની જરૂર નથી. માતા મોગલનો ખુશ કરવા હોઈ તો કોઈ ગરીબને કપડાં કે ભોજન કરાવવાથી માં મોગલ તમારા પર પ્રસન્ન થશે.

મંગળવાર ના દિવસે ગરીબ બાળકી ને જમાડવાથી માતા ના આશીર્વાદ સદા તમને મળશે અને અન્ય ને મદદ કરવાથી માતા સદાય ખુશ રહે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. આ મંદિરમાં વર્ષોથી કોઈ પણ પ્રકારનું પૈસાનું દાન સ્વીકાર કરવામાં આવતું નથી, માત્ર અન્ન દાન જ સ્વીકારવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.