આમ તો મોગલ ધામ ખાતે ભક્તો પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમની માનતા ના કારણે ઘણી વખત તેમના રૂપિયા સ્વીકારવા પડે છે. આવા ભક્તોના રૂપિયા જે મોગલ ધામમાં આવે છે તેમનો ઉપયોગ મણીધર બાપુ ખાસ કાર્યોમાં કરે છે.
ઘણા એ લોકો એવા હોય છે જેવો પોતાની મનોકામના પૂરી થાય તે માટે મોગલ ધામમાં રૂપિયા ધરાવવાની માનતા રાખતા હોય છે. માનતા પૂરી થાય પછી તેઓ મંદિરમાં રૂપિયા ધરી જતા હોય છે.
જે લોકો મણીધર બાપુને મળે છે તેમની પાસેથી તો તેઓ રૂપિયા લેતા નથી પણ મંદિરમાં ઘણી વખત લોકો રૂપિયા મૂકીને જતા રહે છે. આ રીતે મંદિરમાં આવતા રૂપિયાનો ઉપયોગ ખાસ રીતે કરવામાં આવે છે.
માતા મોગલ ના પરચા અનેક લોકોને મળી ચૂક્યા છે. તેમાંથી એક યુવકનો 4 તોલાનો સોનાનો ચેન ખોવાઈ ગયો હતો. આયુ કે માનતા રાખી કે તે ગભરાવ ધામ દર્શન કરવા આવશે અને 21000 રૂપિયા ચડાવશે. માતા મોગલ એ તેની માનતા તુરંત જ સ્વીકારી અને તેને તેનો ચેન મળી ગયો.
તે તુરંત જ માનતા પૂરી કરવા માટે મોગલ ધામ આવી પહોંચ્યો. તે સમયે અહીં મણીધર બાપુ પણ બિરાજમાન હતા. તેમણે મણીધર બાપુના આશીર્વાદ લીધા અને મણીધર બાપુએ તેને પૂછ્યું કે માનતા શું હતી. યુવકે જણાવ્યું કે તેનો ચાર તોલાનો સોનાનો ચેન ખોવાઈ ગયો હતો.
ત્યારે તેણે માનતા લીધી હતી કે તે મંદિરમાં 21000 રૂપિયા અર્પણ કરશે. મણીધર બાપુએ 21000 રૂપિયા હાથમાં લીધા અને પછી યુવકને કહ્યું કે એમાંથી 10,000 તેની બહેનને અને બીજા 10,000 દીકરીને આપી દેવામાં આવે. માતાએ તેની માનતા હજાર ગણી સ્વીકારી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!