ભાજપ અને AAP વચ્ચે જામ્યું ટ્વિટર વોર / મનીષ સિસોદિયાએ જીતુ વાઘાણીને આપી ખુલ્લી ચેલેન્જ, જુઓ એક શિક્ષણમંત્રીએ બીજા શિક્ષણમંત્રીને ચેલેન્જ આપતા રાજકારણ ગરમાયુ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

ગઈકાલે રાત્રે ભાજપ દ્વારા ટ્વિટર ઉપર આમ આદમી પાર્ટીના શિક્ષણ મોડલ વિરૂદ્ધમાં એકસાથે ધડાધડ પાંચ – સાત ટ્વીટ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ દરેક ટ્વીટ ઉપર મોટી સંખ્યામાં કોમેન્ટ કરીને શિક્ષણના મુદ્દે ભાજપની નિષ્ફળતા પર પ્રહાર કર્યા હતા. આ રીતે ટ્વિટર વોર જામી હતી. ગુજરાતમાં આખરે ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો છે. શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો છે.

ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, કાલથી બીજેપી ગુજરાત દિલ્હી સ્કૂલોની વિરુદ્ધ ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધતા પ્રભાવ અને પંજાબ ચૂંટણીના પરિણામોથી તમે ગુસ્સે થયા છો. ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારું છે. જિતુ વાઘાણી કહે એ જગ્યા પર અને એ દિવસે ચર્ચા કરવા હું તૈયાર છું. શિક્ષણનું ગુજરાત મોડલ સારું કે દિલ્હી મોડલ તે અંગે ચર્ચા કરીએ. સ્થળ અને સમય તમે કહો એ.

શિક્ષણ માત્રે આપ અને ભાજપ સામસામે આવી ગયુ છે. ભાજપ દ્વારા દિલ્હીની શિક્ષણનીતિ પર અનેક સવાલો ઉઠાવીને ટ્વીટ કરવામાં આવી રહી છે. બીજેપી ટ્વીટ કરીને પૂછ્યુ કે, AAP સરકારે 20,000 ગેસ્ટ ટીચર્સને શા માટે છૂટા કર્યાં? અન્ય એક ટ્વીટમાં કહ્યુ કે, કેજરીવાલજીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ ગઈ છે. કેજરીવાલ સરકાર વોકેશનલ ટ્રેનર્સનું શોષણ કરે છે. કેજરીવાલજીના નેતૃત્વમાં શિક્ષકો બેઠાં ધરણા પર…! તો બીજી તરફ દિલ્હી બીજેપીએ ટ્વીટ કરીને દિલ્હીમાં શિક્ષણ નીતિ પર સવાલો ઉઠાવ્યા છે.

ટ્વીટમાં કહ્યું કે, આપની સરકારે લોકોને છેતર્યા છે. એક તરફ બેરોજગાર ભથ્થુ ન આપ્યું, ન તો ગેસ્ટ ટીચર્સને પગાર મળ્યો, ન તો આંગણવાડી કર્મચારીઓનુ માનદ વેતન વધ્યું, મતલબ પ્રચાર ઉપરાંત તમે કંઈ ન કરી શક્યા. દર વર્ષે તમારી પાસે અને શિક્ષા મંત્રી પાસે ગેસ્ટ ટીચર્સ પહોંચે છે, પરંતુ તમે માત્ર રાજનીતિમાં વ્યસ્ત રહો છે. આ શોષણ માટે કેજરીવાલ જવાબદાર છે.

તાજેતરમાં ગુજરાતમાં ગીતાના અભ્યાસક્રમના ગુજરાત સરકારના નિર્ણય મુદ્દે આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, શાળાઓમાં શા માટે ગીતા ભણાવવામાં આવે? કામ રાવણ જેવું અને વાત ગીતાની કરો છે. જે લોકો ગીતાની વાત કરે છે તેઓ પોતાના જીવનમાં પણ ગીતાના સારનો અમલ કરે.

ગીતાના વચનો અમલમાં લાવવાની સલાહ સાથે સિસોદિયાએ શાળાઓમાં ગીતાના શિક્ષણ સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે ગીતા પરના નિવેદન પર મનીષ સિસોદીયાને મંત્રી જગદીશ પંચાલે કરારો જવાબ આપ્યો છે. જગદીશ પંચાલે કહ્યુ કે, મનીષ સિસોદીયા ગીતાનું મહત્વ જાણતા નથી. ગીતા એ હિન્દુ સંસ્કૃતિનું સૌથી મહત્વનું પુસ્તક છે. સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રવાસે પણ ગીતા લઈને ગયા હતા. આગામી દિવસોમાં મનીષ સિસોદીયાને ગીતા વિશે ખ્યાલ આવશે. ગુજરાતની જનતા 2022માં મનીષ સિસોદીયાને જવાબ આપશે.

ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદીયા પંજાબ ચૂંટણી જીત બાદ સતત ગુજરાતમાં શિક્ષણ પર સવાલો કરી રહ્યાં છે. તેમણે તાજેતરમા એક ટ્વીટમાં કહ્યુ હતું કે, ગુજરાતમાઁ ભાજપ શાસન દરમિયાન શિક્ષણની આવી હાલત છે. સ્કૂલોમાં 28,212 શિક્ષકો તેમજ હેડ ટીચરની અછત છે. કોલેજમાં 6903 પ્રોફસરની અછત છે. સ્કૂલોમાં 18000 ક્લાસરૂમ ઓછા છે. 6000 સરકારી સ્કૂલો મર્જરના નામે બંધ કરી દેવાઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શિક્ષણ મોડલ આવે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.