ભારે કરી / ‘ચાલ સાથે મરીએ’ આવું કહીને પતિ અને પત્ની બંને જાહેરમાં બાખડ્યા, જુઓ દંપતીના ઝઘડાનો વિડિઓ પવનવેગે વાઈરલ : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

પતિ પત્નીના ઝઘડા રસ્તા પર આવી જતા આપણે અનેકવાર જોયા છે. તેના વીડિયો પણ ઝડપભેર વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો જામનગર શહેરથી સામે આવ્યો છે. જેમાં જાહેરમાં પતિ પત્ની બાખડી પડ્યા હતા. આ ઝઘડાએ અંતે એવુ સ્વરૂપ લીધુ કે, પત્નીએ છેલ્લાં કહ્યુ કે, આલ આપણે બંને સાથે આત્મહત્યા કરીએ… ( ઝઘડાનો વિડિઓ નીચે આપેલો છે )

જામનગર શહેરામં વિભાજી સ્કૂલ અપના બજાર પાસે એક પતિ પત્ની વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો. ધીરે ધીરે આ ઝઘડાએ એવુ મોટુ સ્વરૂપ લીધું કે, ટોળા ભેગા થઈ ગયા હતા. લોકો રીતસરના પતિ પત્નીના ઝઘડાને નિહાળવા ઉભા રહી ગયા હતા. પતિ ત્યાં હોવાથી અચાનક વિફરેલી પત્ની ત્યાં આવી ચઢી હતી.

જેના બાદ પત્નીએ પતિનો કાઠલો પકડીને તેને સંભળાવ્યુ હતું કે, તું બીજીને રાખીને બેઠો છો, તારી બહેન દવા પી ગઈ તેમાં મારો શું વાંક, તારી માએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે, કચ કચ કરી મારી જિંદગી બગાડી નાખી છે, હું મરીશ તો તને પણ સાથે લઈ જઈશ ચાલ આપણે બંને આત્મહત્યા કરી લઈએ .

આમ, આત્મહત્યાની વાત સાંભળતા જ ટોળામાં ગણગણાટ શરૂ થયો હતો. જોકે, આ મામલે પતિ ચૂપ રહ્યો હતો. અંતે સ્થાનિક લોકોએ પોલીસને બોલાવી હતી, અને પોલીસે આવીને પતિ પત્ની બંનેને સમજાવ્યા હતા. આખરે ચર્ચા બાદ પતિ પત્નીને ત્યાંથી રવાના કરાયા હતા. જોકે, આ ઘટના એટલી રસપ્રદ બની રહી કે લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=1253203592097629 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.