એટલાન્ટિક મહાસાગરમાં લક્ઝરી ગાડીઓ લઈ જતી એક જંગી કાર્ગો શિપમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે. ‘ફેલિસિટી એસ’ નામનું આ કાર્ગો જહાજ મધદરિયે આવેલા પોર્ટુગલના તાબા હેઠળના એઝોરેસ આઇલેન્ડ્સ પાસે આગ લાગી. મદદનો પોકાર મળતાં જ પોર્ટુગીઝ નેવી અને એરફોર્સનાં હેલિકોપ્ટર બચાવ માટે કામે લાગી ગયાં. તેમણે જહાજ પાસે પહોંચીને એક પછી એક એમ 22 નાવિકોને હેલિકોપ્ટરમાંથી દોરડાં ઊતારીને બચાવવામાં આવ્યાં. એ તમામ નાવિકોને પોર્ટુગલની એક હોટેલમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.
પરંતુ વધુ રસપ્રદ વાત પછી સામે આવી. ‘ફોક્સવેગન’ ગ્રૂપના એક ઇન્ટર્નલ ઇમેલમાંથી બાતમી બહાર આવી કે આ કાર્ગો શિપમાં 3,965 જેટલી મોંઘીદાટ લક્ઝરી કાર હતી, જે હવે આગને હવાલે થઈ ગઈ છે. તેમાં લમ્બોર્ગિની, પોર્શે, ઑડી જેવી મોંઘીદાટ લક્ઝરી ગાડીઓનો સમાવેશ થાય છે. તેમાંથી 100 જેટલી કાર અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન ખાતે ટ્રાન્સપોર્ટ કરવાની હતી. પોર્શેના પ્રવક્તાએ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે આ કાર્ગો શિપ પર તેમની 1100 જેટલી ગાડીઓ છે, જે હવે ભડથું થવાની ભીતિ હેઠળ છે. ‘પોર્શો બોક્સ્ટર સ્પાયડર’ મોડેલની આવી એક કારની કિંમત 75 લાખ રૂપિયાથી શરૂ થાય છે. યાને કે આ કાર્ગો શિપ પર રહેલી કુલ ગાડીઓની કિંમત કેટલી થવા જતી હશે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. લમ્બોર્ગિનીએ પોતાની કેટલી ગાડીઓ આ જહાજ પર ફસાઈ છે તે વિશે માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
જહાજ પર સ્થાનિક સમય પ્રમાણે બુધવારે બપોરે લાગેલી આ આગ એક્ઝેક્ટ્લી કયા કારણોસર લાગી તે હજી સુધી બહાર આવ્યું નથી. પરંતુ હવે તેના તમામ નાવિકોને જહાજ પરથી ખસેડી લેવામાં આવ્યા છે, તેનો અર્થ એ થયો કે મધદરિયે આ જહાજ ભડકે બળી રહ્યું છે અને દરિયામાં નધણિયાતું તરી રહ્યું છે. જો તેના પરની આગ ઠારવામાં સફળતા નહીં મળે તો ત્રણ ફૂટબોલનાં મેદાન થાય તેવડું આ જહાજ આખેઆખું ભડથું થઇને જળસમાધિ લે તેવી સ્થિતિ ટૂંક સમયમાં સર્જાશે. તેની સાથે કરોડો રૂપિયાની કિંમતની લક્ઝરી ગાડીઓ પણ કાટમાળ બનીને એટલાન્ટિક મહાસાગરને તળિયે બેસશે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/18/75-cargo-ship-prithvy_1645183549/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!