આલે લે…જુઓ લાઈવ મુન્નાભાઈ / સુરતમાં MBBS ફિલ્મને ટક્કર માટે તેવા 5 ‘મુન્નાભાઈ’ ઝડપાયા, જુઓ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે કરી કડક કાર્યવાહી

ટોપ ન્યૂઝ સુરત

નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લેતા તેમને કડક કાર્યવાહીલ કરવામાં આવી છે, તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક સાથે રૂ. 500નો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્ક્વોર્ડે સેકન્ડ યરના 3 અને થર્ડ યર પાર્ટ એકના 2 એમ 5 વિદ્યાર્થીને ફોન સાથે પકડયા હતા.

રાજ્યમાં પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા અનેક હાથકડા અપનાવતા હોવાના કિસ્સા તમે સાંભળ્યા હશે. પરંતુ અમે તમને સુરતના એવા પાંચ MBBS વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જે સાંભળીને તમને નવાઈ લાગશે. સુરતમાં સરકારી મેડિકલ કોલેજમાંથી MBBSની પરીક્ષામાંથી 5 ‘મુન્નાભાઈ’ પકડાયા છે. સાંભળીને હસવું આવ્યું હશે પરંતુ વાત સાચી છે. તેમને નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લીધા હતા. પાંચેય લોકો પોતાના મોબાઇલમાં PDF જોઈને જવાબો લખતા હતા, એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થી હેડ ફોન લગાડી ચોરી કરતા હતા.

પરંતુ નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લેતા તેમને કડક કાર્યવાહીલ કરવામાં આવી છે, તમામ વિદ્યાર્તીઓને જે તે વિષયમાં 0 માર્ક સાથે રૂ. 500નો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્ક્વોર્ડે સેકન્ડ યરના 3 અને થર્ડ યર પાર્ટ એકના 2 એમ 5 વિદ્યાર્થીને ફોન સાથે પકડયા હતા.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે નર્મદ યુનિવર્સિટીએ 30 વિદ્યાર્થીનું હિયરિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ભૂલ કબૂલી લેતા તેમને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવીને સ્ક્રિનશોર્ટ એક બીજાને મોકલી જવાબો લખતા હતા. યુનિવર્સિટીએ આવા 15 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.