અરે બાપરે / હજુ તો નવીનવેલી દુલ્હનના હાથોની મહેંદી પણ નહોતી સુકાઈ ને, દંપતિને મળ્યું દર્દનાક મોત, જુઓ હનીમુન પર જતા હતા ને’ અચાનક થયું એવું કે…

ટોપ ન્યૂઝ

અકસ્માતની ઘટનાઓ ખુબ વધી રહી છે. ત્યારે હાલ ખુબ દુ:ખદ ઘટના સામે આવી છે. નવો ઘરસંસાર શરૂ કર્યાને હજી માંડ 25 દિવસ પણ નહોતા થયાને દંપતીને કાળ ભરખી ગયો. નવીનવેલી દુલ્હનના હાથની હજી મહેંદી પણ નહોતી સુકાઈ ને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

લગ્ન બાદ હનીમૂન માનવવા ગયેલા કપલનું ગમખ્વાર અકસ્માતમાં દર્દનાક મોત થયું હતું. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ચુરુ જિલ્લાના સરદારશહર શહેરમાં સ્થિત બિકાનેર રોડ પર ભોજુસર કુંડિયા પાસે ગુરુવારે રાત્રે કારની ટક્કરથી નવદંપતીનું મોત થયું હતું.

ઘટનાનો જાણ થતા જ પોલીસ તાત્કલિક પણે ઘટના સ્થળે પહોચી આવી હતી. ત્યારબાદ કારમાં બેઠેલા નવપરિણીત યુગલને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બીકાનેર રીફર કર્યા હતા.

પરંતુ કમનસીબે રસ્તામાં જ દંપતીનું મૃત્યુ થયું હતું. આ પછી શુક્રવારે સવારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપી હતી. નોંધનીય છે કે, નવપરિણીત યુગલના 25 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. જેઓ હનીમૂન માટે રાજસ્થાનની મુલાકાતે આવ્યા હતા.

આ અંગે હરિયાણાના ડબકૌલીના રહેવાસી સંજીવ કુમાર પુત્ર ઋષિપાલ જાટએ પોલીસ રિપોર્ટ આપતા જણાવ્યું કે, મારો નાનો ભાઈ વિશાલ કુમાર(25) વર્ષ અને તેની પત્ની નેહા(24) 21 ફેબ્રુઆરીના રોજ કારમાં સવાર થઈને રાજસ્થાનમાં રોમિંગ માટે નીકળ્યા હતા.

આ દરમિયાન ગુરુવારે રાત્રે તેઓ બિકાનેરથી નીકળીને ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે ભોજુસર બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે એક ટ્રકના ચાલકે બેફામ ઝડપે સામેથી કારને ટક્કર મારી હતી. જેના કારણે તેના ભાઈ અને ભાઈની પત્નીનું મોત થયું હતું. હાલ આ અંગે પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.