કાર નહિ કારનો બાપ આવે છે / જુઓ મર્સીડીઝ ભારતમાં લોન્ચ કરશે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક સેડન કાર, જાણો કારના ફીચર્સ

ઇન્ડિયા

મર્સિડીઝ EQSના ડેશબોર્ડને એક વિશાળ સ્ક્રીન આપવામાં આવી છે જે કારની એક બાજુથી બીજી તરફ ફેલાયેલી છે. આ સ્ક્રીનનું નામ MBUX HyperScreen છે જે 55 ઈંચ લાંબી છે. તે વિશ્વમાં સામાન્ય રીતે વેચાતા ટેલિવિઝન સેટ કરતા પણ મોટી છે.

Mercedes EQS ભારતમાં Mercedes-Benz તરફથી બીજી ઓલ-ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. Mercedes EQS EVને વર્ષ 2022ના છેલ્લા ક્વાર્ટરમાં લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મર્સિડીઝ-બેન્ઝે પુષ્ટિ કરી છે કે તે તેની આગામી EQS લક્ઝરી EV સેડાનને મહારાષ્ટ્રના ચાકન ખાતેના તેના મેનુફેક્ચરિંગ પ્લાન્ટમાં સ્થાનિક રીતે એસેમ્બલ કરશે. ઉલ્લેખનીય છે કે, મર્સિડીઝ EQS દેશની પ્રથમ લક્ઝરી ઈલેક્ટ્રિક કાર હશે જેનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવશે. જર્મનીની અગ્રણી ઓટોમેકર તેની કિંમત ઓછી રાખવાનું લક્ષ્ય રાખે છે. આવો જાણીએ આ કાર વિશે તમામ માહિતી.

એન્જીન, પાવર અને સ્પીડ : EQS 2 બેટરી પેકના વિકલ્પ સાથે આવે છે – 90 kWh અથવા હાઈ-પર્ફોર્મેન્સ 107.8 kWh. બીજો બેટરી વિકલ્પ મોટાભાગની અન્ય બેટરી કરતા વધુ અદ્યતન હોવાનો દાવો કરે છે અને તેમાં લગભગ 9 kWhના 12 મોડ્યુલ છે. મર્સિડીઝ દાવો કરે છે કે આદર્શ પરિસ્થિતિઓમાં અને યોગ્ય ડ્રાઇવિંગ કૌશલ્ય સાથે ચલાવવામાં આવે ત્યારે EQS સંપૂર્ણ ચાર્જ પર લગભગ 700 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ કાર માત્ર 4.5 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

55-ઇંચ સ્ક્રીન : મર્સિડીઝ EQSના ડેશબોર્ડને એક વિશાળ સ્ક્રીન આપવામાં આવી છે જે કારની એક બાજુથી બીજી તરફ ફેલાયેલી છે. આ સ્ક્રીનનું નામ MBUX HyperScreen છે જે 55 ઈંચ લાંબી છે. તે વિશ્વમાં સામાન્ય રીતે વેચાતા ટેલિવિઝન સેટ કરતા પણ મોટી છે. તેમાં 17.7 ઇંચની સેન્ટ્રલ સ્ક્રીન છે. આ સાથે ડ્રાઈવર અને આગળના પેસેન્જર માટે 12.3 ઈંચની ડિજિટલ ડિસ્પ્લે છે. તમે તેમાં મૂવી જોવાનો આનંદ પણ લઈ શકો છો.

કારમાં સુપર કોમ્પ્યુટર : કંપનીના જણાવ્યા અનુસાર, EQS સુપર કોમ્પ્યુટર જેટલું જ પાવરફુલ છે અને તે અન્ય ઈલેક્ટ્રિક કાર કરતા વધુ શ્રેષ્ઠ છે. આ કારમાં કમ્પ્યુટિંગ વર્ક માટે ઓક્ટા-કોર CPU અને 24 GB રેમ આપવામાં આવી છે. આ ઉપરાંત, EQSની આસપાસ ઘણા સેન્સર મૂકવામાં આવ્યા છે જે ડ્રાઈવરને મદદ કરવા તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમને મદદ કરવા માટે વિવિધ ડેટા મોકલશે.

શાનદાર નેવિગેશન સિસ્ટમ : મર્સિડીઝે કારની નેવિગેશન સિસ્ટમને ઈલેક્ટ્રિક ઈન્ટેલિજન્સ કહી છે. કારણ કે કારની સિસ્ટમ ભૂપ્રદેશની ટોપોગ્રાફી અને હવામાનની પેટર્ન પર નજર રાખીને કાર ચાલકની ડ્રાઈવિંગ શૈલી અને ઝડપને ધ્યાનમાં લે છે. આનાથી એ જાણી શકાશે કે એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી કાર કેટલું અંતર કાપવામાં સક્ષમ હશે. અને સિસ્ટમ પછી કારને નજીકના ચાર્જિંગ સ્ટેશન પર નેવિગેટ કરી શકે છે.

વધુ એફિશિયન્ટ કાર : EQS એ વિશ્વની સૌથી વધુ એરોડાયનેમિક પ્રોડક્શન કાર છે. ઈલેક્ટ્રિક કારમાં માત્ર 0.20Cd ડ્રેગ કો-એફિશિયન્ટ છે. આપને જણાવી દઈએ કે અપડેટેડ ટેસ્લા મોડલ એસમાં આ આંકડો 0.208Cd અને લ્યુસિડ એરમાં 0.21 છે. મર્સિડીઝના 2021 એસ-ક્લાસમાં 0.22Cdનું ડ્રેગ કો-એફિશિયન્ટ છે. આ કારનો આગળનો ભાગ ઘણો નીચો છે. ઉપરાંત, કૂલિંગ ડક્ટ અને એર શટરને કારણે EQS એ આ આંકડો હાંસલ કર્યો છે.

5-સ્ટાર સેફ્ટી રેટિંગ : 2021 Mercedes-Benz EQSએ યુરો NCAP દ્વારા હાથ ધરવામાં આવેલા ક્રેશ પરીક્ષણોમાં 5-સ્ટાર ઓવરઓલ સેફ્ટી રેટિંગ પ્રાપ્ત કર્યું છે. લક્ઝરી ઈલેક્ટ્રિક સેડાને પુખ્ત વયના લોકોના સંરક્ષણમાં 96 ટકા અને ચાઈલ્ડ ઓક્યુપેન્ટ કેટેગરીમાં 91 ટકા અંક મેળવ્યા છે. આ વર્ષે કોઈપણ કાર દ્વારા મેળવેલો આ સૌથી વધુ સ્કોર છે.

સેફ્ટી ફીચર્સ : સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો તેમાં સેન્ટ્રલ એરબેગ મળે છે, જે ડ્રાઈવર અને આગળના પેસેન્જરની વચ્ચે સ્થિત હોય છે. આ સાથે ફ્રન્ટ એરબેગ્સ પણ ઉપલબ્ધ છે. વાહનની પાછળની ભાગમાં સાઈડ એરબેગ્સ પણ મળે છે જે બાજુની અથડામણની સ્થિતિમાં પાછળના મુસાફરોને સલામતી પૂરી પાડે છે. આ EVને કઠોર પેસેન્જર સેલ, સ્પેશિયલ ડિફોર્મેશન ઝોન અને અત્યાધુનિક રિસ્ટ્રેંટ સિસ્ટમ મળે છે.

10 નવી કાર લોન્ચ થશે : મર્સિડીઝ પહેલાથી જ ભારતીય બજારમાં EQC SUVનું વેચાણ કરે છે, જે CBU (કંપ્લીટ બિલ્ટ યૂનિટ) રૂટ હેઠળ લાવવામાં આવે છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 1 કરોડથી વધુ છે. આ ઉપરાંત, કંપનીએ આ વર્ષે ભારતીય બજાર માટે મર્સિડીઝ EQS સહિત 10 નવા લોન્ચની પણ પુષ્ટિ કરી છે. આમાં, S-Class, S-Class Maybach સૌથી પહેલા માર્ચમાં લોન્ચ થવા જઈ રહી છે.

2020ના અંતમાં EQCના લોન્ચ સાથે, મર્સિડીઝે ભારતમાં લક્ઝરી કાર સ્પેસમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પ્રવેશ કર્યો. કંપનીનું કહેવું છે કે ગ્રાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને આ તે ઘણા પરિબળોમાંથી એક છે જેણે ફ્લેગશિપ ઈલેક્ટ્રિક સેડાન લોન્ચ કરવાના કંપનીના નિર્ણયને આગળ વધાર્યો છે. આ કાર ગયા વર્ષે જ વૈશ્વિક સ્તરે પદાર્પણ કર્યું હતું.

EQC ના પ્રતિસાદથી ઉત્સાહિત : EQS લોંચ કરવું અને સ્થાનિક રીતે તેનું ઉત્પાદન કરવું એ ઘણા રીતે દેશમાં મર્સેકડીઝનું બોલ્ડ નિવેદન છે. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ સંતોષ ઐયર કહે છે, “અમારે (EV) માર્કેટ ચલાવવાનું છે. જ્યારે અમે EQC લાવ્યા ત્યારે અમને પૂછવામાં આવ્યું કે શું ભારત તેના માટે તૈયાર છે. પ્રોડક્ટે સારું પ્રદર્શન કર્યું છે. હવે. અહીંથી ‘આગળ શું’ એ પ્રશ્ન હતો. ઈલેક્ટ્રિક લક્ઝરી સેડાન માટે EQS એ સર્વશ્રેષ્ઠ છે અને અમે હંમેશા સ્પષ્ટ હતા કે અમે અહીં ખરીદદારોને તે ઓફર કરવા માંગીએ છીએ.”


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.