આવા ઠગ ભૂવાથી સાવધાન! / સુરતના સરથાણા વિસ્તારમાં આધેડ ભુવાએ વિધિ કરવાના બહાને પરિણીતાને રૂમમાં બોલાવીને કર્યું એવું કે….

ટોપ ન્યૂઝ સુરત

સરથાણામાં આધેડ ભુવાએ 42 વર્ષીય પરિણીતાને વિધી કરવાના બહાને એકલી રૂમમા બોલાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. મોડી રાત્રે ભુવા વિરુદ્ધ સરથાણા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી હતી. સરથાણા વિસ્તારમાં 42 વર્ષીય માધુરી (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. તેનો પતિ જમીન લે-વેચનું કામ કરે છે. તેને એક દીકરો અને એક દીકરી છે.

પાંચેક વર્ષ પહેલા માધુરીનો પરિચય આરોપી મનજી ઉર્ફે મનસુખ માંડાણી (રહે.વિશાલનગર સોસાયટી,સરથાણા જકાતનાકા) સાથે થયો હતો. મનજી માધુરીના કૌટુંબિક દિયરનો કાકો સસરો થયા છે. પરિણીતાએ વિરોધ કર્યો તો કહ્યું, ‘વિધિ અટકશે તો તારો પતિ મરી જશે’ ન્યુડ ફોટો પાડી વારંવાર રેપ

મનજી માધુરીને ઘરે આવી પોતે ભુવો હોવાનું જણાવી માધુરી અને તેના પરિવારનો ગુરૂ બની ગયો હતો. ત્યારથી મનજી અને માધુરી વચ્ચે ગુરૂ-શિષ્યા જેવો સંબંધ હતો. મનજીના ઘરે માતાજીનો ગઢ હોવાથી સેંકડો ભક્તો તેના ત્યાં દર્શન માટે આવતા હતા. 2016માં મનજીએ માધુરી અને તેના પતિને જણાવ્યું હતું કે, તમારું મકાન નડતરરૂપ છે. તમે મકાન બદલી નાખો એવું કહેતા માધુરીએ ગુરૂની આજ્ઞા છે એવું માનીને ઘર બદલી નાખ્યું હતું.

ફેબ્રુઆરી-2020માં મનજીએ માધુરીને કહ્યું કે તારા પર વિધી કરવી પડશે નહીં તો તારો પતિ અને સંતાન ગાંડા થઈ જશે. માધુરી વિધી માટે તૈયાર થતા મનજીના ઘરે ગઈ હતી. જ્યાં મનજી માધુરીના વાળ કારીને વિધી કરી હતી. ત્યારબાદ તે માધુરીના એક પછી એક કપડા ઉતારવા લાગ્યો હતો. માધુરીએ વિરોધ કરતા તેણે વિધી અધૂરી રાખશે તો તારો પતિ મરી જશે તેમ કહ્યું હતું.

ત્યાબાદ મનજીએ માધુરી સાથે રેપ કરી નગ્ન ફોટો પણ પાડી લીધો હતો. તેણે ધમકી આપી હતી કે, જો આ વાત કોઇને કરીશ તો મોહિની વિદ્યાથી તારું અને તારા પતિનું ધનોત-પનોત કરી નાખીશ. ત્યાર બાદ તે ફોટોના આધારે માધુરીને બ્લેકમેલ કરી વારંવાર રેપ કરતો હતો. ત્રસ્ત માધુરીએ મંગળવારે મોડી રાત્રે મનજી વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.