અમરેલીમાં મધરાત્રે મંદિરમાં મૂંગા પશુઓની બલિ ચડાવ્યાની ઘટના સામે આવી છે. બાબરામાં નિલવડા રોડ પર આવેલ આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં 22 એપ્રિલે રાત્રે કેટલાક શખસોએ પશુ સાથે ગર્ભગૃહમા પ્રવેશી બલિ ચડાવી હતી. બલિ ચડાવ્યાની ઘટનાથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. (વિડિઓ નીચે આપેલો છે)
બલિ ચડાવ્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા 10 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. બાબરાના નિલવડા રોડ પર મેલડી માતાનું મંદિર આવેલુ છે. સ્થાનિક લોકોમાં આ મંદિર ભારે પ્રખ્યાત છે. મધરાતે મેલડી માતાના મુળ સ્થાનકે કેટલાક શખ્સો પશુની બલી ચડાવી હતી. મધરાતે મંદિર બંધ હોવાથી આ શખ્સો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં પશુને લઇ જઇ તેનું ગળું કાપી બલિ ચડાવી હતી.
જેમાં મેલડી માતાનાન સ્થાનકમાં બોકડા જેવા દેખાતા પશુનો બલિ ચઢાવાયો હતો. રાતના સમયે મંદિર બંધ હોવા છતા લોકો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં માતાજીની સામે જઈને પશુનો બલિ ચઢાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મેલડી માતાજીનું મંદિર પંચાળ પંથકની પ્રજા માટે આસ્થાનુ સ્થાન છે. અહીં દરરોજ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને સૌથી વધુ લોકો માનતા પૂરી કરવા આવે છે.
જેને પગલે મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. પરંતુ અહી પશુને બલિ ચઢાવવા પર પ્રતિબંધ છે. મંદિર પરિસરમાં માતાજીને કોઇએ પશુ બલિ ચડાવવી નહીં તેવા બોર્ડ લગાવ્યા છે. તેમ છતા કેટલાક તત્વો આવું કૃત્ય કરી લોકોની લાગણી દૂભાવી છે. જેથી બાબરા પેાલીસે આ અંગે કેટલાક શખ્સોને રાઉન્ડઅપ પણ કર્યા છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/ikMVJPMZtUE )
પશુ બલિ ઘટનામાં બાબરાના લક્ષ્મણ મગનભાઇ ડાભી, વિહા નારણભાઇ, નારણ પાંચાભાઇ ઝિંઝુવાડિયા, સંજય ખોડુભાઇ કરકર, ભૂપત તળસીભાઇ ઝિંઝુવાડિયા, બચુ નારણભાઇ, દેવા ગભાભાઇ, બીજલભાઇ ડાભી અને અન્ય બે અજાણ્યા શખસો સામે ઉપાસક રાજેશભાઇ જેઠવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પશુ બલીની ઘટનાના આરોપીઓને પકડતા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામા બાબરા પોલીસ મથકે ઊમટી પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!