અરે બાપરે / નદી વચ્ચે જ બોટમાં લાગી ભીષણ આગ, જુઓ બચવા માટે લોકો કુદી પડ્યા પણ છતાં 38 લોકોને મળ્યું કરુણ મોત

વર્લ્ડ ટોપ ન્યૂઝ

બાંગ્લાદેશમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના ઢાકાથી 250 કિલોમીટર દૂર ઝલકોટી જિલ્લામાં થઈ હતી, જ્યારે સુગંધા નદીમાં બોટના એન્જિનમાં આગ લાગી હતી. ભીષણ આગમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘MV અભિજાન-10’ નામની બોટમાં આગ ત્યારે શરૂ થઈ જ્યારે તે શુક્રવારે સવારે 3 વાગે દપડેપિયા પહોંચી.

શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશની સુગંધા નદીમાં એક બોટમાં આગ લાગી હતી. જ્યારે તેમાં લગભગ 1,000 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ એટલી ભીષણ હતી કે લોકો તેનાથી બચવા માટે નદીમાં કૂદી પડ્યા હતા, જેના કારણે ઘણા લોકોના મોત પણ થયા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે.

ઝલકાઠીના દક્ષિણ જિલ્લાના વરિષ્ઠ ફાયર સર્વિસ ઓફિસર કલામ હુસૈન ભુઈયાએ જણાવ્યું હતું કે, “અમે અત્યાર સુધીમાં 38 મૃતદેહો બહાર કાઢ્યા છે.” ભૂઈયાએ જણાવ્યું કે આગ લોન્ચના એન્જિન રૂમમાંથી શરૂ થઈ હતી. જણાવવામાં આવ્યું હતું કે આ લોકો રાજધાની ઢાકાથી બરગુના જઈ રહ્યા હતા.

ઝલકાઠી જિલ્લા પ્રશાસક જોહર અલીએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક હજુ વધી શકે છે કારણ કે 50 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, કેટલાક મુસાફરો હજુ પણ ગુમ છે અને કેટલાકની હાલત ગંભીર છે. જોકે, આગ લાગવાનું કારણ તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું.

આગ એટલી ભીષણ હતી કે લોકો તેનાથી બચવા માટે નદીમાં કૂદી પડ્યા હતા, જેના કારણે ઘણા લોકોના મોત પણ થયા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. ઝલકાઠીના દક્ષિણ જિલ્લાના વરિષ્ઠ ફાયર સર્વિસ ઓફિસર કલામ હુસૈન ભુઈયાએ જણાવ્યું હતું કે, “અમે અત્યાર સુધીમાં 38 મૃતદેહો બહાર કાઢ્યા છે.” ભૂઈયાએ જણાવ્યું કે આગ લોન્ચના એન્જિન રૂમમાંથી શરૂ થઈ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.