‘ગ્રીષ્મા’ નો અંતિમ વિડિઓ / સુરતમાં ગ્રીષ્મની હત્યા થઇ તેની ગણતરીની મિનિટો પહેલાનો ચોંકાવનારો વિડિઓ આવ્યો સામે : ખુશખુશાલ ગ્રીષ્માનો વિડિઓ જોઈને તમારી આંખો ભીની થઇ જશે

ટોપ ન્યૂઝ સુરત

ગ્રીષ્મા હત્યા કેસમાં દરરોજ નવા નવા ખુલાસો આવી રહ્યા છે. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલને લઈને મોટો ખુલાસો થયા પછી ગ્રીષ્માનો એક વીડિયો સામે આવ્યો છે. સુરતની ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યાના થોડાક કલાકો પહેલાના ગ્રીષ્માનો એક વીડિયો સામે આવ્યો છે. હત્યાના દિવસે ગ્રીષ્માએ કોલેજમાં બહેનપણીઓ સાથે કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઘટના બની તે દિવસે ગ્રીષ્મા ખુબ જ ખુશ દેખાતી હતી, પરંતુ ગ્રીષ્માએ વિચાર્યું પણ નહોતું કે એ તેનો અંતિમ ક્લાસ હશે.

સુરત ગ્રીષ્માની કરપીણ હત્યા કેસે આખા દેશને હચમચાવી મુક્યો હતો. હત્યારા ફેનીલ ગોયાણી સામે લોકોનો રોષ હજી પણ શાંત પડ્યો નથી. સોશિયલ મિડીયા ઉપર ગ્રીષ્માને લઇ ઘણા કેમ્પેઇનિંગ ચાલી રહ્યા છે ત્યારે ગ્રીષ્માની હત્યા થઇ તે પુર્વે તેણી કોલેજમાં હાજરી પુરાવી રહી હતી તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રીષ્માનો આ અંતિમ વીડિયો એ બતાવી રહી છે કે ગ્રીષ્મા કેટલી શિસ્તમાં રહીને અભ્યાસ સાથે જોડાયેલી હતી. તસવીરમાં ગ્રીષ્મા ક્લાસરૂમના સીસીટીવી ફુટેજમાં હાથ ઉંચો કરી હાજરી પુરાવતી નજરે પડે છે.

ગ્રીષ્માની હત્યા થઈ તે દિવસથી હજુ સાત દિવસ પહેલા જ કોલેજો ઓફલાઈન શરૂ થઈ હતી અને ગ્રીષ્મા નિયમિત કોલેજમાં ભણવા જતી હતી. તા.12-2-2022 શનિવારે ગ્રીષ્મા સમયસર પોતાના ક્લાસરૂમમાં પહોંચી ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં જોઇ શકાય છે કે, તે હાજરી માટે પોતાનો હાથ ઊંચો પણ કરે છે.

બીજી તરફ ફેનીલ ગોયાણી તેજ કોલેજના પહેલા વર્ષ સુધી ભણ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે, તેની લુખ્ખા વૃત્તિના લીધે તેને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. આ દર્શાવે છે કે, હત્યારો પહેલેથી જ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો. એક તરફી પ્રેમ હોય કે બીજું કંઈ ફેનીલ એ એક સંસ્કારી અને જીવનમાં ભણીગણીને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવતી યુવતીની હત્યા કરી છે તે નક્કી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.