બિચારા રૂપાણી કાકાનું શું થશે? / રૂપાણીના હોમટાઉનમાં MLA ગોવિંદ પટેલ એક્ટિવ મોડમાં, અત્યારસુધી ગોવિંદભાઈ હાંસિયામાં હતા અને જુઓ અચાનક કર્યું એવું કે રૂપાણીસેનાએ ને રોડે ચડાવી

રાજકોટ ટોપ ન્યૂઝ

રૂપાણી સરકારમાં ગોવિંદ પટેલની અનેક વખત અવગણના થઈ હતી

વિજય રૂપાણીનું ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું પદ છૂટતાં હોમટાઉનમાં શાસકપક્ષના કમાન્ડર તરીકે પણ અનેક બદલાવ આવતા રહે છે. રાજકોટના ધારાસભ્ય હોવા છતાં અત્યારસુધી જેને સાઇડ લાઇન કરી નાખવામાં આવ્યા હતા એ ગોવિંદભાઈ પટેલ મહાપાલિકાના રાજકારણમાં સક્રિય થવા લાગ્યા છે, જેને પગલે રૂપાણીના જ હોમટાઉનમાં તેમની પેનલ પાવરવિહોણી બની છે.

પહેલાં સ્થાનિક પ્રશ્નો અને ખાસ કોર્પોરેશનના લગતા પ્રશ્નોમાં અનેક ધારાસભ્યો હાંસિયામાં ધકેલાઈ ગયેલા નજરે પડ્યા હતા, જે હવે ફરી મેદાનમાં આવતા નજરે પડે છે. અત્યારસુધી ગણ્યાગાંઠ્યા અને તેમાંય રૂપાણીની નજીકના બે-ત્રણ લોકો પડદા પાછળના દોરીસંચારથી મનપાનું સંચાલન સંભાળતા હતા એવું કહેવાતું હતું અને આ વાત જગ જાહેર પણ હતી, પણ હવે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ મ્યુનિ. કમિશનર અમિત અરોરા, મેયર ડો.પ્રદીપ ડવને લઈને મવડી(સાઉથ) વિસ્તારમાં નવા ઓડિટોરિયમ માટે સરકારી જમીનની માગણી કરવા માટે કલેકટર પાસે ગયા હતા

હાલ રાજકોટમાં ત્રણેય ઝોનમાં એક-એક ઓડિટોરિયમ છે. જેમા રૈયા રોડ પર આલાપની સામે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ, સેન્ટ્રલમાં હેમુ ગઢવી હોલ અને ઇસ્ટ ઝોનમાં અટલિબહારી વાજપેયી ઓડિટોરીયમ છે. હવે શહેરના વિકસિત એવા મવડી-નાવડી તરફ પણ નવો એક ઓડિટોરિયમ લોકોને મળે તેવુ મનપાનું આયોજન છે. ચાલુ વર્ષના બજેટમાં તેની આ યોજના મુકવામા પણ આવી છે. આ નવા ઓડિટોરિયમ માટે મવડી(સાઉથ)માં ચાર જગ્યાના વિકલ્પ જોઇ રખાયા છે. જેમા હરીધવા રોડના છેડે અને ઢેબર રોડના છેડે આવેલા છે. આ પ્લોટમાં અડધો ભાગ રાજકોટ મનપાની માલિકીના છે તો અમુક ભાગ સરકારની માલિકીનો છે. સરકારની માલિકીનો જેટલો વિસ્તાર આવે છે તે મનપાને સોંપવામા આવે તેવી માગણી સાથે આજે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને કલેટરને મળવા ગયા હતા.

રૂપાણી સરકર ઉથલી ગયા બાદ તેના નિકટના ગણાતા અને અત્યાર સુધી રાજકેટમાં એકનું શાસન ચલાવતા હોય તેવા ચહેરાને મહાનગર જિલ્લા રજકરણમાંથી નિવૃત કરવામાં આવી રહ્યા છે. તેની જગ્યાએ અત્યાર સુધી જે હાંસિયામાં હતા તેવા નેતાઓને જાણે હાઇકમાન્ડ સી.આર.પાટિલે કમાન્ડ સોંપી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ ખૂબ ટૂંક ગાળામાં જ ધારાસભ્ય ગોવિંદ પટેલે મનપાના એકપછી એક પ્રોજેક્ટની કમાન્ડ પોતે સંભાળી લીધી છે. રામનાથપરા મંદિરનું નવનિર્માણ, આજીરીવર ફ્રન્ટ યોજનાને આગળ વધારવા સતત ફોલોઅપ લેવુ, બેટી નદી ઉપર નવો ડેમ બનાવવું, નવું સ્પોર્ટસ સંકુલ અને હવે મવડી(સાઉથ)માં નવુ ઓડિટોરિયમ બનાવવાની યોજનાને લઇને ગોવિંદભાઇ સક્રિય થયા છે.

રૂપાણીનું પદ ગયા પછી રાજ્ય સરકારમાં પણ આનંદીબેન પટેલનું વર્ચસ્વ અને કદ વધ્યાં છે. પહેલેથી જ ગોવિંદ પટેલને આનંદીબેન જૂથની વ્યક્તિ ગણવામાં આવ્યા છે. જે-તે સમયે વિજય રૂપાણી પ્રથમ વખત સીએમ બન્યા ત્યારે તેમનું મંત્રીપદ છીનવાઇ ગયું હતું. બાદમાં રૂપાણી સરકારમાં ગોવિંદ પટેલની અનેક વખત અવગણના કરવામાં આવી હતી. જે-તે સમયે ગોવિંદ પટેલે ‘વિજય રૂપાણી CM બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી’ આવું નિવેદન પણ આપ્યું હતું.

2 મહિના પહેલા પણ ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને મળીને માગણી કરી હતી કે રાજકોટ શહેરનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં જાહેર કરેલો એ આજી રિવર ફ્રન્ટને પર્યાવરણની મંજૂરી આપી કામ આગળ વધારવું જોઇએ. આ સિવાય રાજકોટ કાયમી પાણીની તંગીની સમસ્યા ભોગવતું શહેર છે, એને પૂરક થવા માટે રાજકોટથી બેટી નદી ઉપર ડેમ બનાવીને રાજકોટને પૂરક થઈ શકે એવી યોજનાને આગળ વધારવા માગ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.