અરે બાપરે / પ્રેમિકાએ મોબાઈલ માંગ્યો અને યુવકે એવી ગિફ્ટ આપી કે 2 દિવસ પછી થયું એવું કે જાણીને તમે ચોંકી ઉઠશો

ગુજરાત

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મેસરા-ગોદા ગામની નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી કોહવાયેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી. જોકે મૃતક મહિલા ડુંગરસણ ગામની પરણિત પૂજા ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.

મહિલાની કોથળામાં ભરેલી લાશ મળતાં પોલીસે ગુનો નોંધી તેની હત્યાનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટિમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં કાંકરેજના તેરવાડા ગામના મહેન્દ્રજી ઠાકોરની પોલીસે અટકાયત કરી તેની આકરી પૂછપરછ કરતા મૃતક પૂજા ઠાકોર અને આરોપી મહેન્દ્રજી ઠાકોર વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું અને માત્ર મોબાઈલ બાબતે બોલાચાલી થતા પ્રેમીએ જ તેની પ્રેમિકાની હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

આરોપી મહેન્દ્રજી ઠાકોરે ડુંગરસણથી પૂજા ઠાકોરને મળવા માટે થરા બોલાવી હતી. ત્યાંથી બને જણા બાઇક પર ઓગડજીની થળીમાં આવ્યા હતા. જેમાં બંને વચ્ચે વાતચીતમાં પૂજા ઠાકોરે આરોપી તેના પ્રેમી મહેન્દ્રજી ઠાકોર પાસે વાત કરવા મોબાઈલની માંગણી કરી હતી. જેમાં પ્રેમી એકદમ ઉશ્કેરાઈ જઇ પૂજા ઠાકોરને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી.

લાશને ત્યાં મૂકી પરત તેરવાડા આવી ગયો હતો. તેના કાકાના દીકરા જેણાજી ઠાકોરને ફોન કરી બોલાવી પૂજા ઠાકોરની હત્યા કરી હોવાનું કહી પોલીસથી બચવા માટે લાશને કેનાલમાં નાખવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી મહેન્દ્રજી ઠાકોર અને તેના કાકાનો દીકરો જેણાજી ઠાકોર બંને જણ મોડી રાત્રે ઓગડજીની થળીમાં જઇ મૃતક પૂજા ઠાકોરની લાશને એક કોથળામાં ભરી હતી.

અંદર પથરો ભરી વાયરથી વિંટાળી આરોપીએ પૂજા ઠાકોરની લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. આ હત્યા કેસમાં પોલીસે બંને આરોપી ની અટકાયત કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.