મોદીનો મહારથી કોણ / મોદી મંત્રી મંડળમાં વિસ્તરણની તૈયારીઓ પૂર્ણ, જાણો કયા મંત્રીઓનું કદ ઘટાડી દેવાશે અને ક્યા નું વધારશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કેન્દ્રીય મંત્રિમંડળમાં આવનારા 1 -2 દિવસમાં વિસ્તાર થઈ શકે છે. હાલ 53 મંત્રી છે 28 મંત્રીના વધારાનું અનુમાન છે.

  • આ  ફેરફાર લોકસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાશે
  • જ્યોતિરાદિત્ય સિંધિયાને શામેલ કરી શકાય એવી શક્યતા
  • હાલમાં 9 મંત્રીઓની પાસે એક કરતા વધારે વિભાગ 

આ  ફેરફાર લોકસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાશે

આ ફેરબદલ 2024માં થનારી લોકસભા ચૂંટણી અને આવનારા 5 વર્ષના કેટલાક રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ દરમિયાન આ પહેલો વિસ્તાર હશે.

 જ્યોતિરાદિત્ય સિંધિયાને શામેલ કરી શકાય એવી શક્યતા

એક ચેનલના સૂત્રોના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે.  આ વિસ્તારમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને શામેલ કરી શકાય છે. કોંગ્રેસમાં તેમના મતભેદને કારણે ભાજપને મધ્ય પ્રેદેશમાં સત્તા વાપસી માટે મદદ મળી હતી. આ ઉપરાંત સર્વાનંદ સોનોવાલને તક મળી શકે છે. તેમણે આસામમાં ભાજપને જીત અપાવી હેમંત બિસ્વા સરમાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાનો માર્ગ બનાવ્યો હતો.

હાલમાં 9 મંત્રીઓની પાસે એક કરતા વધારે વિભાગ 

સૂત્રોનું કહેવું છે કે આ વિસ્તારમાં અનેક મંત્રીઓને હટાવવામાં આવશે. હાલમાં 9 મંત્રીઓની પાસે એક કરતા વધારે વિભાગ છે. જેમાં પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિતિન ગડકરી, ડોક્ટર હર્ષવર્ધન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપ સિંહ પુરી સામેલ છે.

આ લોકોને મળી શકે છે મંત્રી મંડળમાં સ્થાન

ભાજપ નેતાઓને મંત્રી બનાવાઈ શકે છે. જેમાં ઉત્તરાખંડથી અજય ભટ્ટ અથવા અનિલ બલૂની. કર્ણાટકથી પ્રતાપ સિંહા, પશ્ચિમ બંગાળથી જગન્નાથ સરકાર, શાંતનુ ઠાકુર અથવા નિસિથ પ્રામાણિક. હરિયાણાથી બૃજેન્દ્ર સિંહ, રાજસ્થાનથી રાહુલ કાસવાન,  ઓડિશાથી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રથી પૂનમ મહાજન અથવા પ્રીતમ મુંડે અથવા હિના ગાવિતના નામ સામેલ છે. આ યાદીમાં દિલ્હીથી પરવેશ વર્મા અથવા મીનાક્ષી લેખીનું નામ પણ સામેલ થઈ શકે છે.

આ લોકોના નામની ચર્ચા

આસામાના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલને શનિવારે દિલ્હી બોલાવાયા હતા. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ રાજધાનીમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

મનાઈ રહ્યુ છે કે બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, મહારાષ્ટ્રના નેતા નારાયણ રાણે, ભૂપેન્દ્ર યાદવ અને એક વરિષ્ઠ નેતા જેમની પાસે બિહારની સાથે ગુજરાતનો કાર્યભાર છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી જોતા વરુણ ગાંધી, રામશંકર કઠેરિયા, અનિલ જૈન, રીતા બહુગુણા જોશી, જફર ઈસ્લામ અને પોતાના દળની અનુપ્રિયા પટેલ પણ કતારમાં છે.

ચિરાગ પાસવાનના નામ પર હજું અસમંજસ

આ વિસ્તારમાં ચિરાગ પાસવાનને શામિલ કરવા પર તેમના કાકા અડચણ બની રહ્યા છે. બન્નેની વચ્ચે અથડામણ ચાલી રહી છે. આના કારણે લોક જનશક્તિપાર્ટીમાં તિરાડ પડી ગઈ છે. હાલમાં જ પાર્ટીના 5 સાંસદોની સાથે પશુપતિ અલગ થઈ ગયા છે. ગત વર્ષ ચિરાગના પિતા રામ વિલાસ પાસવાનનું નિધન થતા આ તિરાડ સામે આવી.

નીતિશના કેટલા મંત્રી બનશે એ સ્પષ્ટ નથી

અટકળોની વચ્ચે હજું એ સ્પષ્ટ નથી કે બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જેડીયુમાંથી કોઈને કેન્દ્રીય મંત્રી મંડળમાં જગ્યા મળશે કે નહીં. 2019માં નીતિશે કેન્દ્રીય મંત્રી બનવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. સૂત્રોનું કહેવું છે કે નીતિશ ઓછામાં ઓછા 2 મંત્રાલયોની આશા રાખી રહ્યા છે. મનાઈ રહ્યું છે કે તેમન પાર્ટીથી લલ્લન સિંહ, રામનાથ ઠાકુર અને સંતોષ કુશવાહા આ દોડમાં સામેલ છે.

Leave a Reply

Your email address will not be published.