માતા મોગલ ના પરચા વિદેશમાં રહેતા ભક્તોને પણ મળે છે. જ્યારે માતાની માનતા પૂરી થાય છે તો ભક્તો વિદેશ રહેતા હોય તો પણ તુરંત જ કબરાઉ ધામ આવે છે અને માતાના દર્શન કરે છે.
આવા અનેક ચમત્કાર અત્યાર સુધીમાં કબરાઉમાં થયા છે. જેમાં માતાએ પોતાના ભક્તોના પરચા પુરા કર્યા હોય. માતાની માતા રાખવાથી ભક્તોની બધી જ ઈચ્છા પૂરી થાય છે. આવો જ એક પરચો એક ગુજરાતી મહિલાને મળ્યો જે ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતી હતી.
આ ગુજરાતી મહિલા તેના અને તેના પતિના વ્યવસાય માટે અમેરિકા રહી હતી. લગ્નને 15 વર્ષ થઈ ગયા છતાં પણ તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું નહીં. મહિલાએ સંતાન સુખ પ્રાપ્ત થાય તે માટે માતા મોગલ ની માનતા રાખી. માનતા રાખ્યાના થોડા જ સમયમાં મહિલા ને સંતાન તરીકે દીકરો પ્રાપ્ત થયો.
માતા મોગલ ની માનતા ના પ્રતાપે તેને દીકરો થયો હોવાથી તેને દીકરા નું નામ પ્રતાપ રાખ્યું. સાથે જ તે અમેરિકાથી કબરાઉ દર્શન કરવા આવી. તે દર્શન કરવા આવી ત્યારે મણીધર બાપુ માટે પાણીની અનોખી બોટલ લાવી હતી.
મણીધર બાપુએ બોટલ હાથમાં લીધી અને પછી મહિલાને તે પરત કરી દીધી અને જણાવ્યું કે આ વસ્તુ તેની બહેનને આપી દેવામાં આવે અને દીકરાની માનતા પણ માતા મોગલ એ સ્વીકારી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!