જાણો આ નિયમ / શ્રાવણ મહિનામાં આ નિયમો સાથે સોમવારના વ્રત કરવાથી ભોલેનાથની અસીમ કૃપા થશે, ફોટાને સ્પર્શ કરી આશીર્વાદ લો

ધર્મ

શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો પ્રિય મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા કરવાથી તેમની કૃપા બની રહે છે.શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતનું ખૂબ મહત્ત્વ હોય છે.હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો ભોળાનાથને સમર્પિત હોય છે.આ મહિનામા ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે.

ભોળાનાથને શ્રાવણ મહિનાનાં સોમવારનો દિવસ ખૂબ જ પ્રિય હોય છે માટે શ્રાવણમાં આવતા સોમવારનું મહત્વ વધી જાય છે.એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં આવતા સોમવારે વ્રત કરવાથી ભગવાન શિવજીની કૃપા મળે છે. ભગવાન શિવ ભક્તોથી પ્રસન્ન થઇ તેમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

આ દિવસે ભગવાન શિવને બીલીપત્ર, ભાંગ, ધતુરો અને જળ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.સોમવારના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે.શ્રાવણ મહિનાના સોમવારના વ્રત માટેના નિયમો જાણવા જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શ્રાવણ મહિનામાં પહેલા સોમવારે શોભન યોગનું નિર્માણ થઇ રહ્યું છે.

આ યોગમાં વ્રત, પૂજા-પાઠ, જાપ અને સાધના કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો મુજબ શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે.જળ અભિષેક માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.અવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ માતા પાર્વતીએ ક્ઠોર તપ કરીને ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કર્યા હતા.એ માટે આ મહિનાને વધારે મહત્વ આપવામાં આવે છે.

આ વ્રત પરણિત અને કુંવારી કન્યાઓ પણ રાખી શકે છે.સોમવારે વ્રત રાખવાથી પરણિત સ્ત્રીઓના પતિની ઉંમર લાંબી થાય છે.જ્યારે કુંવારી કન્યાઓ મનગમતા વર મળે છે. એની સાથે સાથે ગ્રહ દોષ દૂર થાય છે. શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતની વિશેષ માન્યતા છે.આ દિવસે પાણીમાં દૂધ અન કાળા તલ નાખી શિવલિંગનો અભિષેક કરવો જોઇએ.

આ દિવસે ૨૧ બીલીપત્રો પર ચંદનથી ઓમ નમ: શિવાય લખીને શિવલિંગ પર અર્પિત કરવાથી ભોળાનાથ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.લગ્નમાં આવતી મુશ્કેલીને દૂર કરવા માટે શ્રાવણ સોમવારના દિવસે નિયમિત શિવલિંગ પર કેસર દૂધ અર્પિત કરવાથી મુશ્કેલી દૂર થશે અને લગ્નના યોગ બની જશે.

શ્રાવણ મહિનામાં ગાયને લીલું ઘાસ ખવડાવો જેનાથી તમામ કષ્ટો દૂર થાય છે અને જીવનમાં સુખ અને સમૃધ્ધિ આવે છે.આ મહિનામાં ગરીબોને ભોજન કરાવાથી તમારા ઘરમાં અનાજની અછત આવશે નહી. આમ કરવાથી પિતૃની આતમાને શાંતિ મળે છે.આ દિવસે પૂજા કરતી વખતે મંદિરમાં ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઇએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.