આલે લે તારે / અહીંયા એક વાંદરો દરરોજ આવે છે સ્કૂલ પર ભણવા, જુઓ પાટલી પર બેસીને સાંભળે છે શિક્ષકનું ભાષણ, જાણીને તમે પણ ચોંકી જશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ઝારખંડના હજારીબાગમાં રહેતો વાંદરો તેના શોખ અને ક્લાસમાં જવાની આદતને કારણે ચર્ચામાં છે. હાલ સોશિયલ મીડિયામાં તેની તસવીર ખુબ વાયરલ થઈ રહી છે. સરકારી શાળામાં વર્ગના સમય દરમિયાન દરરોજ આ વાંદરો આવે છે. થોડા સમય માટે જ વર્ગમાં હાજરી આપે છે.

પછી 10 વાગ્યે તે નીકળી જાય છે. છેલ્લા 5 દિવસથી આ સિલસિલો ચાલી રહ્યો છે. વાંદરો વર્ગમાં બેન્ચ પર બેસીને શિક્ષકોનું લેકચર સાંભળે છે. આ સમગ્ર મામલો ઝારખંડના હજારીબાગ જિલ્લાના ચૌપારણ બ્લોકની અપગ્રેડેડ પ્લસ ટુ હાઈસ્કૂલનો છે. શાળાના પ્રિન્સિપાલ રતન કુમાર વર્મા કહે છે કે આ વાનર ગયા શનિવારે આવ્યો હતો અને પહેલા ધોરણ 9માં ભણાવતા શિક્ષકને સાંભળતો રહ્યો.

પછી સોમવારે અને વારાફરતી તમામ વર્ગમાં ગયો. આ વાંદરો મંગળવારે 10 વાગે આવ્યો અને 7મા ધોરણના ક્લાસ રૂમની બેંચ પર બેઠો. શરૂઆતમાં, બાળકો અને શિક્ષકો આ વાંદરાથી ડરતા હતા અને તેને ભગાડવાની કોશિશ કરતા હતા પરંતુ આ વાંદરાએ આવવાનું ચાલુ જ રાખ્યું.

આચાર્ય રતન કુમાર વર્માએ પણ વન વિભાગને શાળા પરિવારની સુરક્ષા માટે આ વાંદરાને પકડવા વિનંતી કરી હતી. આ દરમિયાન ગૌતમ બુદ્ધ વન્યજીવ અભયારણ્યના વનકર્મીઓ શાળાએ પહોંચ્યા હતા. વાંદરાને પકડવા માટે ઘણી કોશિશ કરવામાં આવી હતી પરંતુ વાંદરાને પકડી શકાયો ન હતો.

આ વાંદરો શાળામાં આવતા હોવાની ચર્ચાઓ દૂર દૂર સુધી ચાલી રહી છે. વાંદરાને પકડવા માટે વન વિભાગ પણ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ વાંદરો તેના હાથમાં આવ્યો નથી. હાલમાં શાળામાં પણ વાંદરાના આગમનને લઈને ઉત્સુકતા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.