બોપલ હાઈપ્રોફાઈલ ડ્રગ કેસમાં મોટો ધડાકો / ધનાઢ્ય અને મોટા ગજાના પરિવારની ત્રણ યુવતીઓ યુવકોને આકર્ષવા માટે યુવતીઓને ફસાવીને કરાવતા હતા આવું હલકું કામ કે જાણીને તમે ચોંકી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

MBA-M.Sc. ભણેલી યુવતીઓ ડ્રગ્સના નશાના પૈસા માટે હોટલનાં રૂમોમાં પહોંચી ને ઘરમાં ખબરેય નથી
અમદાવાદના એક IPSએ આવી 48 દીકરીને મદદ કરી, કોઈને ખબર ન પડે તે રીતે ડ્રગ્સની ચુંગાલમાંથી ઉગારી

ગુજરાત અને અમદાવાદમાં ડ્રગ્સ તથા નશાખોરીની માયાજાળ ખૂબ ઉંડી અને વ્યાપક પ્રમાણમાં ફેલાઈ છે. ત્યાં સુધી કે યુવાનો એક વાર આ ચુંગાલમાં ફસાય અને નશો કરવા પૈસાના સ્ત્રોત ખતમ થઈ જાય તો તેમની પાસે પેડલર તરીકે ડ્રગ્સ ડીલરો કામ કરાવે છે. આથી પણ ચોંકાવનારું સત્ય એ છે કે યુવતીઓ ડ્રગ્સના નશામાં સપડાય અને પૈસા ન હોય તો તલબ પૂરી કરવા તેઓ શરીર આપવા પણ તૈયાર થઈ જાય છે. અત્યંત પ્રતિષ્ઠિત અને ખ્યાતનામ પરિવારની યુવતીઓની આ નબળાઈનો લાભ ઉઠાવીને ડ્રગ્સ ડીલરો રીતસરનું સેક્સ રેકેટ પણ ચલાવે છે.

અમદાવાદની એક જાણીતી કંપનીના માલિકની દીકરીની જ વાત કરીએ. લાખોમાં રમતા આ માલિકની દીકરી કોઈ રીતે ડ્રગ્સના રવાડે ચઢી ગઈ. હાલત એવી થઈ કે ડ્રગ્સની લત પૂરી કરવાના પૈસા તેની પાસે ખૂટી પડ્યા. ડ્રગ્સ ડીલરોને કાકલૂદી કરી પણ મફતમાં તે કાંઈ નશો થાય. છેવટે આ યુવતીએ ડ્રગ્સ ડીલરોના ઈશારે દેહવેપાર કરવાનો વારો આવ્યો. હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટમાં એક કંપનીના માલિકની આ દીકરીનું નામ કેવી રીતે જોડાઈ ગયું તેની તેને ખબર પણ ના પડી.

હવે પોલીસે ડ્રગ્સના રવાડે ચઢીને શરીર વેચવા મજબૂર થયેલી આવી દિકરીઓને ઉગારવાનું બીડું ઝડપ્યું છે. શહેર પોલીસના ઝોન-3 ડીસીપી મકરંદ ચૌહાણે આ ઝુંબેશની કમાન સંભાળી છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, જુલાઈ 2020થી આ રીતે શરીર આપવા મજબૂર બનેલી 48 દીકરીઓને તેઓ આ રેકેટમાંથી ઉગારી ચૂક્યા છે. આજે તેમાંથી ઘણી દીકરીઓના લગ્ન થઈ ગયા છે અને તેમનું જીવન ન બગડે તે માટે તેમાં ફરિયાદ થઈ નથી. જો કે, આ રેકેટના મૂળ સુધી જવા માટેના પ્રયાસો ચાલુ જ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ છે.

રાજ્યમાં ડ્રગ્ઝનું દૂષણ વધતું જઈ રહ્યું છે, ત્યારે બોપલ હાઈપ્રોફાઈલ ડ્રગ્સકાંડના મામલામાં મોટો ખુલાસો થયો છે. સમગ્ર કેસમાં અત્યાર સુધી શહેરના માલેતુજાર લોકોના દીકરાઓના નામ સામે આવ્યા હતા. પરંતુ હવે આ કેસમાં શહેરમાં ધનાઢ્ય અને મોટા ગજાના પરિવારની દીકરીઓના નામ પણ સામે આવવા લાગ્યા છે. હાલ આ ઘટનામાં 03 જેટલી યુવતીઓના નામ પણ સમગ્ર કેસમાં સામે આવ્યા છે, તમામ મહિલાઓ વંદિત પટેલ પાસેથી ડ્રગ્ઝ મંગાવતા હતા. ત્રણેય મહિલાઓ આરોપી વંદિત પટેલ પાસેથી અમેરિકી ડ્રગ્સ ખરીદતી હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બોપલમાં પકડાયેલા ડ્રગ્સ કાંડના તાર અમેરિકા કે કેનેડા સુધી જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી અને તેનો ભત્રીજો વિપુલ સાથે આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું. પરંતુ પહેલીવાર ડ્રગ્સ પેડલર તરીકે ત્રણ યુવતીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી મળતા ખળભળાટ મચ્યો છે.

અમદાવાદના બોપલના હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કાંડ મામલે અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. શહેરના ધનાઢ્ય અને જાણીતા પરિવારની મહિલાઓના નામ ડ્રગ્સકાંડમાં સામે આવતા યુવકોને આકર્ષવા અનેક પેતરા અજમાવતી હોવાનું સામે આવ્યું છે. આ મહિલાઓ શહેરના વંદિત પટેલ પાસેથી ડ્રગ્સ મંગાવતી હતી. પૂછપરછ દરમિયાન ત્રણ મહિલાઓના નામ સામે આવ્યા છે. ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમાં ડ્રગ્સ મંગાવાતું હતું.

અમદાવાદના બોપલના હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કાંડમાં ત્રણ મહિલાઓના નામ સામે આવ્યા બાદ અનેક મોટા સવાલો ઉદ્દભવી રહ્યા છે. હજુ પણ ડ્રગ્સ માફીયાના સંપર્કમાં કેટલા અમદાવાદી યુવક યુવતીઓ છે, કોણ છે એ 705 યુવક-યુવતી જે વંદિત પાસેથી ડ્રગ્સ લેતા હતા. એ ત્રણ મહિલાઓ કોણ છે જે વંદિત પાસેથી ડ્રગ્સ લેતી હતી?, બોપલના વંદિત જેવા હજુ કેટલા ડ્રગ્સ સપ્લાયરો ગુજરાતમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અમેરિકા જેવા દેશોમાંથી વંદિતને ડ્રગ્સ કોણ મોકલતું હતું? આ તમામ સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

વિપુલ ગોસ્વામી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, ત્યારે તેણે એક ગ્રુપ બનાવીને શહેરના જાણીતા બિલ્ડરો, પોલીસ અધિકારીઓ અને શહેરના માલેતુજાર લોકોના દીકરા-દીકરીઓ સાથે મિત્રતા કેળવી હતી. જેમાં વંદિત પટેલનો પણ સમાવેશ થતો હતો. વંદિત પટેલ સાથે મિત્રતા કેળવ્યા બાદ વિપુલ ગોસ્વામી અને તેના ગ્રુપમાં રહેલા લોકો અવાર નવાર બોપલના એક ફાર્મ હાઉસમાં પાર્ટીઓનું આયોજન કરતા હતા. તેમાં દારૂ અને ડ્રગ્સની અનેકવાર પાર્ટીઓ યોજાતી હતી. જેના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના બંધાણી બન્યા હતા.

આવી રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામીએ તેના ભત્રીજા વિપુલ ગોસ્વામી અને વંદિત પટેલ સાથે મળીને ગુજરાતમાં એક મજબૂત નેટવર્ક બનાવ્યું હતું. ધીરેધીરે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ મજબૂત નેટવર્ક ઉભું કરાયું છે. આરોપીઓ ડ્રગ્સકાંડમાં ક્રિપ્ટો કરન્સી અને ડાર્કવેબનો ઉપયોગ કરતા હતા. અને આવી રીતે ડ્રગ્સકાંડનું સમગ્ર ષડયંત્ર ચાલતું હતું. તમને જણાવી દઈએ કે મુંબઈમાં ઝડપાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના તાર પણ ગુજરાતના ડ્રગ્સકાંટ સાથે સંકળાયેલા નીકળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, જુલાઈ 2020માં કાલુપુર વિસ્તારની એક હોટેલ માર્વલમાં પોલીસે રેડ કરી હતી. જો કે, ત્યાં પોલીસને 20 વર્ષની એક પરણિત યુવતી મળી હતી જે દેખાવે સારા ઘરની લાગી. પોલીસે તેને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી તો જે જાણવા મળ્યું તે અત્યંત ચોંકાવનારું પણ આઘાતજનક સત્ય હતું. આ ઘટના પરથી જ ડ્રગ્સ ડીલરો કેવી રીતે સારા ઘરની છોકરીઓને ફસાવીને દેહવેપાર કરાવે છે તેની કડીઓ મળવાની શરૂ થઈ હતી.

ડીસીપી ચૌહાણે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, તે હોટેલમાંથી મળેલી યુવાન પરિણિતા સાથે પહેલીવાર વાત કરી ત્યારે જ તેની મજબૂરીનો અંદેશો આવી ગયો હતો. ઉચ્ચ અભ્યાસ કરેલી અને ફાકડું અંગ્રેજી બોલતી આ પરિણિતા વારંવાર પોતાના હાથ છુપાવવા પ્રયાસ કરતી હતી. આ અંગેની તપાસ કરતા તેના હાથ-પગ અને શરીરના અલગ અલગ ભાગમાં નીડલ-સિરિન્જના કાણાં જોવા મળ્યા હતા. શાંતિથી અને સમજાવટથી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે શહેરની જાણીતી સાયન્સ કોલેજમાં ભણેલી હતી પણ ડ્રગ્સના નશાએ તેને અહીં લાવીને મૂકી દીધી હતી.

આ પરિણિતાએ પોલીસને કહ્યું કે, તે પોતાની એક મિત્ર સાથે થોડા સમય અગાઉ એક પાર્ટીમાં ગઈ હતી, જ્યાં અજાણ્યા યુવકો આવતા હતા. અતિ ધનાઢ્ય પરિવારના નબીરાઓની આ પાર્ટીમાં ડ્રગ્સ લેવું સ્ટેટ્સ હતું અને તેની સાથેની યુવતીઓ સાથે તે પણ તેમાં જોડાઈ અને ડ્રગ્સમાં ફસાઈ હતી. પછીથી તો પેડલરો પાસેથી તેણે ડ્રગ્સ લેવાની શરૂઆત કરી. પહેલા તો ઘરની આવક ખૂબ સારી હતી એટલે પોકેટમનીમાં જ ડ્રગ્સની રકમ ચૂકવાઈ જતી હતી. પરંતુ કોરોનામાં પરિવારનો બિઝનેસ ઠપ્પ થયો તેમાં તેની પોકેટમની બંધ થઈ ગઈ. પરંતુ હવે ડ્રગ્સ વગર ચાલે તેમ ન હતું. પેડલરે પણ એક-બે ડોઝ આપ્યા પણ પછી તેણે મફતમાં ડોઝ આપવાનું બંધ કરી દીધું.

હવે વધુ ડોઝ માગ્યો તો પેડલરે કહી દીધું કે પૈસા ન હોય તો કાંઈ નહીં પણ તે કહે તે હોટલમાં કલાક માટે આવવાનું અને બધું કરવાનું. બસ, ત્યારથી તેની મજબૂરીનો લાભ ઉઠાવવાનો આ સિલસિલો શરૂ થયો હતો. પેડલર ડોઝ આપતા પહેલાં તેને હોટેલમાં લઈ જતો, જ્યાં અલગ-અલગ લોકો તેને ચૂંથતા હતા. આ ડ્રગ્સના ચલણની જાણ થતાં પરિવારે પણ તેના લગ્ન વહેલા કરવી દીધા. સાસરીમાં કોઈને ખબર ન પડે અને શરીરના કાણા ન દેખાય તે માટે આખા કપડાં પહેરીને જ રહેતી હતી. લગ્ન પછી પણ ડ્રગ્સ માટે તે પેડલરને ઈશારે કામ કરતી હતી.

આ વાત સાંભળીને પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે આ માટે એક ધાર્મિક સંપ્રદાયનો સંપર્ક કર્યો અને આ દીકરીને યાતનામાંથી બહાર લાવવા તેના પરિવારની જાણ બહાર મદદ અને સારવારની પ્રક્રિયા શરૂ કરી. જો કે, પોલીસે તપાસ જારી રાખતા ખબર પડી કે આવી તો 50 છોકરીઓ છે જે નશાની લતે ચઢી ગઈ છે. નશો કરવા નાણાં ન હોવાથી આ યુવતીઓ પેડલરના ઈશારે શરીર આપતી હતી. બસ ત્યારથી પોલીસે ઝુંબેશ શરૂ કરી અને અત્યારસુધીમાં આવી 48 દીકરીઓને પેડલરોની ચુંગાલમાંથી ઉગારી છે, જે ફરી સામાન્ય જીવન જીવવા લાગી છે.

આ સમગ્ર ડ્રગ્સ રેકેટ અને બ્લેકમેઇલિંગના કારસા વિશે ડીસીપી મકરંદ ચૌહાણે દિવ્ય ભાસ્કરને વધુમાં જણાવ્યું હતું કે, આવી રીતે ફસાયેલી 48 દીકરી અમારા ધ્યાન પર આવી હતી. આ તમામને ફરી સામાન્ય જીવન જીવવા માટે અમે પ્રયાસો કર્યા અને અમે તેમાં સફળ રહ્યા છીએ. આવી બીજી કોઈ પણ યુવતીઓ હોય તો તેમણે પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ તેમનું કોઈ પણ રીતે નામ બહાર ન આવે તે રીતે તેમની મદદ માટે તૈયાર છે. ડ્રગ્સના ગુનેગારોને કડક સજા કરવા પણ પ્રયાસ ચાલુ છે.

બોપલ ડ્રગ્સકાંડમાં ઉષા, સંજના અને શિવાંગી નામની ત્રણ યુવતીઓને પણ પહેલા ડ્રગ્સની બંધાણી બનાવવામાં આવી હતી, ત્યારબાદ માફિયાઓ તેમનો પેડલર તરીકે ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર યુવતીઓનો ડ્રગ્સ પેડલર તરીકે ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યુ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.