બસને આવી ગયા ને ઝપેટમાં / નવા વર્ષની પાર્ટી પહેલા પોલીસને મળી મોટી સફળતા, આટલા કિલો ડ્રગ્સ સાથે છ લોકોની ધરપકડ

ગુજરાત ટોપ ન્યૂઝ

ક્રાઈમ બ્રાન્ચે 500 ગ્રામ ચરસ સાથે કુલ 11 લાખના મુદ્દામાલ સાથે આ તમામ લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલ શખ્સો રાધનપુરથી ચરસનો જથ્થો લાવીને અમદાવાદમાં વેચવાના હતા.

31 ડિસેમ્બરની પાર્ટીને લઈ ડ્રગની હેરાફેરી કરનાર કોસ્મેટિકના વેપારી સહિત 6 લોકોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મહત્વનું છે કે વેપારી છેલ્લા 2 વર્ષથી ડ્રગના રવાડે ચઢેલો હતો અને ડ્રગ્સનું વેચાણ પણ કરતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેમનગર પાસેથી ચરસના જથ્થા સાથે 6 લોકોની ધરપકડ કરી છે.

આ કિસ્સો ડ્રગ્સના બંધાણી બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન છે. કારણ કે વેપારી પુત્ર પણ આ રેકેટમાં પકડાયો છે. હાલ માં ક્રાઈમ બ્રાન્ચે 500 ગ્રામ ચરસ સાથે કુલ 11 લાખના મુદ્દામાલ સાથે આ તમામ લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલ શખ્સો રાધનપુરથી ચરસનો જથ્થો લાવીને અમદાવાદમાં વેચવાના હતા. જોકે આ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમને હકીકત મળી કે રાજસ્થાનથી ગુજરાતમાં ચરસ આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા આ છ આરોપી પૈકી મેહુલ રાવલ ખેતી કરે છે અને મહેસાણાનો રહેવાસી છે. તે પોતાના મિત્રો કુણાલ પટેલ, અર્જુન સિંહ ઝાલા અને બ્રિજેશ પટેલ સાથે મળી આ ડ્રગ અમદાવાદમાં લાવીને હર્ષ શાહ અને અખિલ ભાવસારને આપવાના હતા. જોકે આરોપી હર્ષ શાહ મૂળ કોસ્મેટિકનો વેપારી છે અને છેલ્લા 2 વર્ષથી ડ્રગનું સેવન કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મહત્વની વાત એ છે કે શહેરમાં પોષ વિસ્તાર એસ જી હાઇવે, ગુરુકુળ અને સિંધુ ભવન સહિત અન્ય જગ્યા ડ્રગનું વેંચાણ કરવાનું ટાર્ગેટ રાખી પોતે પણ ચરસના બંધાણી થઈ ગયા હતા. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે માત્ર આ પેડલરોની ધરપકડ કરી છે. પરંતુ રાધનપુરનો મૂળ ડ્રગ માફિયા ફરાર છે અને જેને શોધવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્ય સુત્રધારની ધરપકડ અને વધુ પૂછપરછ બાદ જ વધુ ખુલાસા સામે આવી શકે તેમ છે.

પકડાયેલ શખ્સો રાધનપુરથી ચરસનો જથ્થો લાવીને અમદાવાદમાં વેચવાના હતા. જોકે આ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમને હકીકત મળી કે રાજસ્થાનથી ગુજરાતમાં ચરસ આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આ છ આરોપી પૈકી મેહુલ રાવલ ખેતી કરે છે અને મહેસાણાનો રહેવાસી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.