હોળી બની લોહિયાળ / ઇસ્કોન મંદિર પર 200થી વધુના ટોળાએ હુમલો કર્યો, જુઓ તોડફોડ અને લૂંટફાટ મચાવી, હુમલામાં થયા અનેક લોકો ઘાયલ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

હોળીના એક દિવસ પહેલા ગુરુવારે બાંગ્લાદેશ(Bangladesh)ની રાજધાની ઢાકા(Dhaka) સ્થિત ઈસ્કોન મંદિર(ISKCON Temple)માં હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ લગભગ 200 લોકોનું ટોળું મંદિરમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી. આ સાથે ત્યાં લૂંટફાટ(Robbery) પણ કરવામાં આવી છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ઢાકાના રાધાકાંતા મંદિરમાં થયો હતો, જે ઈસ્કોનનો ભાગ છે.

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય માટે કામ કરતી સંસ્થાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ હુમલાની કેટલીક તસવીરો અને માહિતી શેર કરી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે મંદિરની એક દિવાલ તોડી પાડવામાં આવી છે. આ સાથે ત્યાંથી માલસામાનની પણ લૂંટ થઈ છે.

રિપોર્ટ અનુસાર, આ ઈસ્કોન મંદિર ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટમાં બનેલું છે. ગુરુવારે સાંજે લગભગ 7 વાગે હાજી સૈફુલ્લાની આગેવાનીમાં 200 થી વધુ લોકો બળજબરીથી મંદિરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં ટોળાએ મંદિરમાં પણ લૂંટ ચલાવી હતી. આ દરમિયાન મંદિરમાં હાજર કેટલાક લોકોએ મારપીટ પણ કરી હતી, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. હુમલામાં સુમંત્ર ચંદ્ર શ્રવણ, નિહાર હલદર, રાજીવ ભદ્ર અને અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા હતા.

જેમાં જણાવવામાં આવ્યું છે કે દર્શન કરવા આવેલા ભક્તોએ પોલીસને પણ હુમલાની જાણ કરી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આ પહેલા પણ બાંગ્લાદેશમાં મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ગયા વર્ષે પણ નવરાત્રિ દરમિયાન કેટલાક દુર્ગા પૂજા પંડાલો પર હુમલો થયો હતો. આ દરમિયાન અનેક મંદિરો પર હુમલા પણ થયા હતા. આ હિંસામાં 2 હિંદુઓ સહિત 7 લોકોના મોત થયા હતા. ત્યારે પણ ઢાકાના ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો. બાંગ્લાદેશની કુલ વસ્તી 165 મિલિયન છે. જેમાં હિન્દુ લોકોની સંખ્યા લગભગ 9 ટકા છે. છેલ્લા 3-4 વર્ષમાં હિંદુઓ પર હુમલાના કિસ્સા વધી ગયા છે. કેટલાક કટ્ટરપંથીઓ સતત આવા હુમલા કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં લઘુમતીઓના અધિકારો પર કામ કરતી સંસ્થા AKS અનુસાર, છેલ્લા 9 વર્ષમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર 3,679 હુમલા થયા છે. આ દરમિયાન ધાર્મિક સ્થળોમાં તોડફોડ અને સશસ્ત્ર હુમલાના 1678 મામલા સામે આવ્યા હતા. આ સિવાય અવારનવાર હિંદુ સમુદાયને નિશાન બનાવીને ઘરોમાં તોડફોડ અને આગચંપી સહિતના હુમલાઓ થતા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.