ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.સુત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને લઇ મોટા સમાચાર
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલના નિવેદન બાદ તેઓની રાજકારણમાં પ્રવેશવાની શક્યતાઓ પ્રબળ બની છે. તેમણે સમાજની લાગણી હશે તો રાજનીતિ મુદ્દે નિર્ણય લેવાનું નિવેદન આપ્યું હતું .
તેઓ ક્યા પક્ષમાં જોડાશે તેને લઇને હજુ સસ્પેન્સ યથાવત
સુત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલના આ નિવેદન બાદ તેમને રાજકીય પ્રવેશ માટે તખ્તો ઘડાઈ રહ્યો છે. મહત્વનું છે કે, ખોડલધામ પાટોત્સવ બાદ નરેશ પટેલ સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ સાથે નરેશ પટેલ માટે 2022નું વર્ષ રાજકીય દ્રષ્ટીએ ઘણું મહત્વનું રહેશે. જો કે, તેઓ ક્યા પક્ષમાં જોડાશે તેને લઇને હજુ સસ્પેન્સ યથાવત રહ્યું છે.
નરેશ પટેલ આ પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલે આ સાથે ઘણા રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ ગુપ્ત બેઠકો કરી છે.મહત્વનું છે કે, રાજકીય પક્ષ સાથે જોડાવા નરેશ પટેલે કેટલીક શરતો મૂકી છે. જે પક્ષ તેઓની શરતો માન્ય રાખે તે પક્ષ સાથે જોડાઇ શકે છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/fX0PThiHbWU )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!