બે બાળકોના પિતા અને ચાર બાળકોની માતાની ધ્રુજાવી દેતી પ્રેમ કહાની, એક જ ફંદે લટકેલા મળ્યા બંનેના મૃતદેહ, જાણીને તમારા હોશ ઉડી જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રાજસ્થાનના બાડમેરમાં 2 બાળકોના પિતા અને 4 બાળકોની માતા વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. પ્રેમ પ્રકરણ એટલો આગળ વધી ગયો કે બંનેએ સાથે ડિનર કર્યું અને પછી કેટલાક વીડિયો પણ બનાવ્યા. ત્યાર બાદ બંનેએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે બંનેના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.

આ ઘટના બાડમેર જિલ્લાના આટી ગામની છે. માધારામ 2 બાળકોનો પિતા છે. પ્રેમ પ્રકરણના કારણે માધારામને તેની પત્ની સાથે ઝઘડો થતો હતો. એક દિવસ પહેલા પત્ની બાળકો સાથે પિયર ગઈ હતી. બીજી તરફ માધારામની ગર્લફ્રેન્ડ ગીતા (નામ બદલેલું છે) ચાર બાળકોની માતા છે.

તે બે દિવસ પહેલા અચાનક ગુમ થઈ ગઈ હતી. તેના પતિએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની નોંધ પણ કરાવી હતી. માધારામ અને ગીતા બંનેના મૃતદેહ માધારામના ઘરમાં એક જ ફાંસીએ લટકેલા મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગીતા અને માધારામ એક લગ્ન સમારોહમાં એકબીજાને મળ્યા હતા.

બંનેના પરિવારજનોને ખબર પડી હતી કે બંને વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો છે. જેના કારણે બંને પરિવારો વચ્ચે ઝઘડા થતા હતા. જ્યારે ગીતાના ઘરે ઝઘડો થયો ત્યારે તે ભાગીને માધારામના ઘરે આવી. જ્યાં બંનેએ માધારામના ઘરના રૂમમાં એક જ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

માધારામ અને ગીતા ક્યાંય મળી રહ્યા ન હતા, ત્યારે લોકોએ અફવા ઉડાવી હતી કે બંને સાથે ભાગી ગયા છે.જ્યારે પરિવારના લોકો માધારામના ઘરે પહોંચ્યા તો બંનેના મૃતદેહ એક રૂમમાં એક જ ફાંસીએ લટકેલા જોવા મળ્યા હતા, ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચ્યા હતા.

આ પહેલા પણ પ્રેમ પ્રકરણના કારણે અનેક પ્રેમી યુગલો મોતને ભેટી ચૂક્યા છે. બીજી તરફ ઘરેલુ હિંસાથી પરેશાન પરિણીત મહિલાઓએ પણ પોતાના બાળકો સાથે ટાંકામાં કૂદીને સામૂહિક આપઘાત કર્યો છે. બાડમેરની પોલીસ અને વહીવટીતંત્ર પણ આપઘાત અટકાવવા એનજીઓ દ્વારા અભિયાન ચલાવી રહ્યું છે, પરંતુ સામૂહિક આપઘાતો અટકવાનું નામ નથી લઈ રહી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *