અરે બાપરે / સુરત એરપોર્ટ પર વૃદ્ધ દંપતીના શરીરમાંથી કરોડોનું સોનુ પકડાયું, જુઓ સોનુ શરીરમાં એવી એવી જગ્યાએ સંતાડ્યું હતું કે જાણીને તમને પણ શરમ આવશે

ટોપ ન્યૂઝ સુરત

રાજ્યમાં હવે એરપોર્ટ ધમધમવા લાગ્યા છે, ત્યારે દાણચોરીની ઘટનાઓમાં પણ વધારો થયો છે. સુરત એરપોર્ટ પરથી શારજાહથી આવેલ એક વૃદ્ધ દંપતી પાસેથી ગેરકાયદેસર રીતે લાવેલું સોનું પકડાયું છે. વૃદ્ધ દંપતીના શરીરમાંથી 1 કરોડથી વધુનું સોનું પકડાતા કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. શંકાના આધારે એરપોર્ટ પર મુંબઈના દંપતીની તપાસ કરાઈ હતી. 60 વર્ષીય વૃદ્ધ અને તેમની પત્નીને અટકાવીને જ્યારે તપાસ કરાઇ ત્યારે સો કોઈ હેરાન પરેશાન થઈ ગયું હતું.

દંપતીના શરીરમાંથી 8 કેપ્સુલમાં 1 કિલો 900 ગ્રામ સોનું છૂપાવીને લાવ્યા હતા. આ સોનું કેપ્સ્યુલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને લઈ જવામાં આવતું હતું. કેપ્સ્યુલની બજાર કિંમત 1.01 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. એરપોર્ટ પર મુંબઇના દંપતીનો ભાંડો ફૂટી જતા પોતે જ સોનાની દાણચોરી કરી હોવાની વાત સ્વીકારી હતી.

કસ્ટમ વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રવિવારના રોજ રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરત જઈ રહેલી ફ્લાઈટ લેન્ડ થઈ હતી. જેને કારણે મુસાફરો એરપોર્ટની બહાર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન મુંબઈના ઈકબાલ (60) અને સુગરા(58)ને શંકાના કારણે ઉભા રાખવામાં આવ્યા હતા. તેની બેગ તપાસતાં તેમાંથી સોનું મળી આવ્યું હતું. જેના કારણે બંનેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. કસ્ટમ વિભાગની પૂછપરછ દરમિયાન બંને રડવા લાગ્યા હોવાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઇથી આવેલા દંપતીએ પોતે જ સોનાની દાણચોરીની વાત સ્વીકારી હતી. 60 વર્ષના ઇકબાલે તેના ગુદામાં 04 કેપ્સ્યુલ અને સુગરામાં 02 કેપ્સ્યૂલ છુપાવી હતી. તેમનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હોવાનું સામે આવ્યું હતું. સોનાની બજાર કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. બંનેએ જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢીને કસ્ટમ વિભાગને સોંપી દીધી હતી.

આ ઘટનાની મળી માહિતી પ્રમાણે, રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરતની ફ્લાઇટમાં આવેલા મુંબઈના દંપતી એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા, ત્યારે કસ્ટમના અધિકારીઓને તેમની ચાલને જોતા શંકા જતાં તેમને રોકવામાં આવ્યા હતા. સો પ્રથમ તો તેમની બેગ તપાસતાં તેમાંથી સોનું નીકળ્યું હતું. જેના આધારે બંનેને પૂછપરછ શરૂ કરાઈ હતી. આખરે પૂછપરછ દરમિયાન બંને જણાં રડવા જેવા થઈ ગયા હતા અને સમગ્ર હકીકત જણાવી હતી.

મુંબઈના ઈકબાલ (60) અને સુગરા (58)ને શંકાના કારણે અટકાવવામાં આવ્યા બાદ દાણચોરી કરતા હોવાની વાત સ્વીકારી હતી. ઇકબાલે તેના ગુદામાં 04 કેપ્સ્યુલ અને સુગરામાં 02 કેપ્સ્યુલ છુપાવી હતી. તેમનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હતું. જેની બજાર કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. બંનેએ જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢીને તેમને સોંપી દીધી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.