પહેલવાન સામે BJP નેતાની ‘પહેલવાની’ / સાંસદ બૃજભૂષણ શરણ સિંહે સ્ટેજ પર જ પહેલવાનને ઝીકી દીધો લાફો : જુઓ સોશિયલ મીડિયા પર વીડિયો પવનવેગે વાઇરલ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ઉત્તરપ્રદેશના ભાજપ સાંસદ અને ભારતીય કુસ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિવાદમાં સપડાયા છે.. રાંચીમાં શહીદ ગણપત રાય ઈન્ડોર સ્ટેડિયમમાં ચાલતી અંડર-15 નેશનલ કુસ્તી ચેમ્પિયનશિપના પહેલા દિવસે જ બૃજભૂષણ શરણ સિંહે એક યુવા પહેલવાનને થપ્પડ મારી દીધી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાઇરલ થયો છે. નોંધનીય છે કે બૃજભૂષણ સિંહ આ ટૂર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

આ સ્પર્ધા અંડર-15 ઉંમરના લોકો માટે આયોજિત કરવામાં આવી હતી અને જે યુવા પહેલવાનને નેતાજીએ થપ્પડ મારી તેની ઉંમર વધારે હતી. યુવા પહેલવાન પણ યુપીનો જ હતો. જ્યારે ઉંમરનું વેરિફિકેશન કરવામાં આવ્યું ત્યારે તે 15 વર્ષ કરતાં મોટો હોવાનું જાણવા મળ્યું હતું. પરિણામે, તે યુવકને ડિસક્વોલિફાઈ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તે યુવા પહેલવાન કોઈને પણ કહ્યા-પૂછ્યા વગર એવું વિચારીને સ્ટેજ પર પહોંચી ગયો કે ત્યાં વિનંતી કરવાથી કદાચ કોઈક તેની વાત માની લેશે.

યુવા પહેલવાન સ્ટેજ પર જઈને કરગરવા લાગ્યો હતો, પરંતુ ધીમે ધીમે વિવાદ ખૂબ વધી ગયો. તે સ્ટેજ પર ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ પણ બેઠા હતા. આ દરમિયાન તેમણે ધીરજ ગુમાવી દીધી હતી અને પહેલવાન પર હાથ ઉપાડ્યો હતો. નેતાએ પહેલવાનને થપ્પડ માર્યા પછી વિવાદ વધી ગયો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે રમતના નિયમ પર કોઈ કાયદો નથી. યુવા પહેલવાને ખોટું કર્યું હતું. જોકે નેતાએ પહેલવાનને થપ્પડ મારી એ પણ કેટલું યોગ્ય છે એ વિશે કોઈ પણ ટિપ્પણી કરવા તૈયાર નથી.

RJDએ કર્યા પ્રહાર : આ મુદ્દે RJDએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કરીને લખ્યું છે કે, આ રામરાજ્યની વાત કરી રહ્યા છે ચિલમ છાપ ઢોંગી. માફિયા ડોન ભાજપના સાંસદ બૃજ ભૂષણે કોઈ પણ કારણ વગર કુશ્તી ખેલાડીને સ્ટેજ પર થપ્પડ મારી દીધી છે. આ જ છે રામ રાજ્ય.

નોંધનીય છે કે બૃજભૂષણ સિંહ આ ટૂર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ સ્પર્ધા અંડર-15 ઉંમરના લોકો માટે આયોજિત કરવામાં આવી હતી અને જે યુવા પહેલવાનને નેતાજીએ થપ્પડ મારી તેની ઉંમર વધારે હતી. પરિણામે, તે યુવકને ડિસક્વોલિફાઈ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તે યુવા પહેલવાન કોઈને પણ કહ્યા-પૂછ્યા વગર એવું વિચારીને સ્ટેજ પર પહોંચી ગયો કે ત્યાં વિનંતી કરવાથી કદાચ કોઈક તેની વાત માની લેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.