બસ 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા
કાતિલ ઠંડીના ધુમ્મસભર્યાં વાતાવરણમાં વધુ એક અકસ્માત બન્યો છે અને મુસાફરોનો ભોગ લેવાયો છે. છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના અલીરાજપુર જતી ખાનગી બસ કોતરમાં ખાબકી હતી. જેમાં 3 મુસાફરોના કમકમાટીભર્યા મોત થયા છે. તેમજ 28 મુસાફરો ઘાયલ થયા છે.
વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં આ અકસ્માત બન્યો હતો. જેમાં બસ પુલની રેલિંગ તોડી કોતરમાં નીચે પડી હતી. ગુજરાતની સરહદથી માત્ર 5 કિલોમીટર દૂર મધ્ય પચ્રદેશમા આંબા ડબેરી પાસે વહેલી સવારે અકસ્માત બન્યો હતો.
ગાઢ ધુમ્મસને કારણે ઘટના બની હોવાની ચર્ચા છે. ઈજાગ્રસ્તોને અલીરાજપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બસને કોતરમાંથી બહાર કાઢવા ચાર ચાર જેસીબી મશીનનો સહારો લેવામાં આવ્યો હતો.
છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જેમાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 લોકોના ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની થઇ રહી હોવાની માહિતી મળી છે.
જેસીબીની મદદથી ખાનગી બસને નદીમાંથી બહાર કઢાઇ
અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક તંત્ર દ્વારા 4 જેસીબીની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું અને ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
39 લોકોને રેસ્ક્યૂ કરાયા
આજે વહેલી સવારે 5:45 વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં-GJ-01-CZ-6306ના ડ્રાઇવરને ઝોકુ આવતા બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાંથી 39 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા. જે પૈકી 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/02/05-vadodara-chhotaudepur-accident-rohit-20220102t0_1641105535/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!