આલે લે…પાટીલે જાહેરમાં જ ભાજપના મેયરને ખરુંખોટું સંભળાવ્યું / વડોદરામાં MS યુનિવર્સિટી ભરતી કૌભાંડ અંગે પાટીલે વડોદરાના મેયરને જાહેરમાં ખખડાવતા કહ્યું….

ટોપ ન્યૂઝ વડોદરા

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સરદાર ધામમાં 51 લાખનું દાન આપી ટ્રસ્ટી બન્યા છે. વડોદરામાં પાટીદાર બિઝનેસ સમિટ કાર્યક્રમમાં સીઆર પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, CM પોતે કહે કે તેમને પણ ખબર નથી કે હું કઈ રીતે મુખ્યમંત્રી બની ગયો. પાટીલે CM ભૂપેન્દ્ર પટેલના નિખાસલ સ્વભાવના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી સાવ ઓલિયો માણસ છે. CM ઓલિયો એટલે કે ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરળ માણસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારું માને પણ છે.

સીઆર પાટીલે જય સરદાર કહીને સંબોધનની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં સી. આર. પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પાટીદાર સમાજ ભાજપની સાથે હતો અને રહેશે. તેમણે કહ્યુ હતું કે, સ્વાભાવિક પણે મારું અનુમાન છે કે ભાઇઓ બહેનોને પ્રાધાન્ય આપતા નથી. વિશ્વને પટેલોનો પરિચય કરાવવો જોઈએ નહિ કે પટેલોએ વિશ્વનો પરિચય કરાવવો જોઈએ. પહેલા એક રેકોર્ડ થતો હતો કે સૌથી વધુ લોકો તાજમહલ જોવા આવતા હતા. હવે વિદેશોમાંથી સૌથી વધુ લોકો સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે. પાટીદાર સમાજ અને ભાજપ મહદઅંશે એકબીજા સાથે જ જોડાયેલા છે.

કેયુરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે
અહીં ઉલ્લેખનિય છે કે 5 વર્ષ દરમિયાન મેટ્રો પોલિટીન પ્લાનિંગ કમિટીની એક પણ બેઠક મળી નથી, જો કે હવે મેટ્રોપોલિટીન પ્લાનિંગ કમિટીની ફરી એકવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હવે પાલિકાની મુખ્ય સમિતીઓમાં રહી ગયેલા કોર્પોરેટરોને સ્થાન મળે તેવું લાગી રહ્યું છે, એટલું જ નહીં હવે આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યાર અત્યારથી કામેલાગી જવાની સી.આર.પાટીલે કાર્યકરોને સલાહ આપી છે. વડોદરા શહેર મેયરની કામગીરી સામે સવાલ કરતા પ્રદેશ પ્રમુખને કહ્યું કે મેયર બનાવ્યા ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે,પરતું કોઈ નક્ક કામગીરી કરવામાં આવી નથી એટલું જ નહીં પાટીલે મેયરને એમ પણ કહ્યું કે મેયર કેયુ રોકડીયા યુવાન છે એટલે મેયર બનાવ્યા છે, મીટિંગો બંધ કરીને જલ્દી કામે લાગી જાય, આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ના દેખાવવી જોઈએ, તેમજ મંદિરમાં ભિક્ષુક પણ ના દેખાવા જોઈએ, આમ કહેતા વડોદરા મેયરને મીટિંગો બંધ કરીને કામ પર લાગી જવાની સલાહ આપી છે.

મીટિંગો બંધ કરો અને કામ કરો : સી.આર. પાટીલ
પાંચ વર્ષ બાદ ફરી એકવાર ગુજરાત મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી એક્ટ હેઠળ મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની ચૂંટણી કરવાની પૂર્વ તૈયારી શરૂ કરાઈ છે. આ સમિતિમાં કુલ 45 સભ્યની નિમણૂક કરાશે. જેમાં આઠ સભ્ય સરકાર નિયુક્ત અને સાત તજજ્ઞનો સમાવેશ કરાશે તો બાકીના 30 સભ્ય હાલના ચૂંટાયેલા કોર્પોરેટર રહેશે.પાલિકાના 30 ચૂંટાયેલા કોર્પોરેટર ની નિમણૂક કરવા માટે ચૂંટણી કરાશે. જેમાં હાલના 76 ચૂંટાયેલા કોર્પોરેટર પોતે જ ઉમેદવાર રહેશે અને મતદારો પણ તે જ રહેશે.આ સમિતિના ચીફ ઇલેક્શન ઓથોરિટી એવા મ્યુ.કમિશનર દ્વારા મહાનગર આયોજન સમિતિના ૩૦ સભ્યો ચૂંટવા માટે ચૂંટણી જાહેર કરી છે અને તેમાં 8 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે.

તો બીજી તરફ, વડોદરાના કાર્યક્રમમાં શહેરના મેયર કેયુર રોકડીયાને મંચ પરથી સી આર પાટીલે મોટી ટકોર કરી હતી. તેમણે કહ્યુ હતું કે, કેયુરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે. કેયુર રોકડીયા યુવાન હતા એટલે મેયર બનાવ્યા. મેયર કેયુર રોકડીયા હવે મિટિંગ બંધ કરો, અને ઝડપી નિર્ણય લો. આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ના દેખાવી જોઈએ. મંદિરમાં ભિક્ષુકો દેખાવા ના જોઈએ.

વડોદરામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નો પ્રમોશનલ કાર્યક્રમ થયો. મધ્ય ગુજરાતના સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજનો કાર્યક્રમ થયો. જેમાંકાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યા. સી. આર. પાટીલનું કાર્યક્રમમાં ખાસ સ્વાગત કરવામાં આવ્યું. સાથે જ મધ્ય ગુજરાતના પાટીદાર સમાજના અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. મહત્વનું છે કે, સુરતના સરથાણામાં 26, 27 અને 28 ફેબ્રુઆરી 2022ના દિવસે સમિટ થવાની છે. જેમાં 10 હજાર ઉદ્યોગકારો ભાગ લેશે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આરોપ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રતિક્રિયા આપી. પાટીલે કહ્યું કેસ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા હોવી જોઈએ. જો ભરતી કૌભાંડ થયું હશે તો કાર્યવાહી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો સરકાર પણ તપાસ કરશે..મહત્વનું છે કે, વડોદરાની એમએસ યુનિવર્ટીમાં ભરતી કૌભાંડ થયું હોવાનો આરોપ ખુદ ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યો હતો.

વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-5નું વડોદરા સરદારધામ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એમ.એસ. યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે જણાવ્યું હતું કે, કોઇપણ શૈક્ષણિક સંસ્થામાં પારદર્શકતા જરૂરી છે.

સમિટથી ગુજરાત અને ગુજરાતની જનતા ફાયદો થશે
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવામિશન-2026 અંતર્ગત વિઝન, મિશન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા આર્થિક-ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે સરદારધામ આયોજિત પ્રમોશનલ પ્રોગ્રામ-5માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સુરત ખાતે મળનારી સમિટની તૈયારીના ભાગરૂપે વડોદરામાં આ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ઘણા ઉદ્યોગપતિ જોડાયા છે. ગુજરાતમાં જે પ્રયત્નો થઇ રહ્યો છે, તેનો ફાયદો ગુજરાત અને ગુજરાતની જનતાને થશે.

કંઇ ખોટુ થયું હશે તો કાર્યવાહી થશે
એમ.એસ.યુનિવર્સિટીના ભરતી કૌભાંડ મામલે તેઓએ જણાવ્યું હતું કે, પારદર્શિતા હોવી જરૂરી છે. તપાસ દરમિયાન ખોટું થયાનું જણાશે તો કોઈ પણ વ્યક્તિ હશે,તેની સામે પગલા લઇશું.

હું પાટીદાર સમાજને અભિનંદન આપુ છું
તેઓએ ઉમેર્યું હતું કે, પાટીદાર સમાજ ભાજપની સાથે રહ્યો છે અને રહેશે. આવા કાર્યક્રમ દ્વારા સામાજિક રીતે તેને જરૂર હોય, તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ગુજરાતના વિકાસ માટે પાટીદાર સમાજ પ્રયાસ કરી રહ્યો છે, તેઓને હું અભિનંદન આપુ છું.

ભરતી કૌભાંડ વિગતો માગનાર 3 સિન્ડિકેટ સભ્યોને બેઠકમાં ન બોલાવતા વિવાદ
આ પહેલા એસ.એસ.યુનિવર્સિટીની સોમવારે મળનારી સિન્ડિકેટની બેઠક પહેલાં રવિવારે બોલાવેલી બેઠકમાં ભરતી કૌભાંડ વિગતો માગનાર સંકલન સમિતિના 3 સિન્ડિકેટ સભ્યોને ન બોલાવાતાં વિવાદ થયો હતો. સભ્યોએ ધરણા કરીને વિરોધ નોંધાવ્યો હતો. જે સિન્ડિકેટ સભ્યને ત્યાં આ બેઠક હતી તેના ઘર બહાર સંકલન સમિતિના 3 સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલા, ચેતન સોમાણી, દિલીપ કટારીયા સહિતના સેનેટ સભ્ય સુનીલ કહાર, વ્રજેશ પટેલે દેખાવો કર્યાં હતા.

વિગતો નહીં મળે તો સભ્યો ધરણાં કરશે
સોમવારે સિન્ડિકેટની બેઠકમાં સંકલન સમિતિના સિન્ડિકેટ સભ્યો દ્વારા મગાયેલી ભરતીની વિગતો ન અપાય તેવી શકયતાઓ છે. જેના પગલે વિગતો માગનાર સભ્યો દ્વારા સિન્ડિકેટની બેઠકમાં જ વિરોધ નોંધાવીને ધરણાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.