પોલીસને ખુલ્લો પડકાર / પોલીસ અધિકારીના એકના એક દીકરાની હત્યા, જુઓ મોતને ઘાટ ઉતારી લાશ સાથે કર્યુ એવું કે જાણીને ચોંકી ઉઠશો

ઇન્ડિયા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર (Kanpur)માંથી વધુ એક હત્યા (Murder)નો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં ગુરૂવારે પોલીસ અધિકારીના ગુમ થયેલા એકના એક પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બરાના રહેવાસી ઈન્સ્પેક્ટર રાકેશ કુમાર (Inspector Rakesh Kumar)નો પુત્ર ઋષભ(Rishabh) ઘરેથી ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ તેના પરિવારજનોએ બરા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની નોંધ કરાવી હતી.

વાસ્તવમાં, કાનપુરના ન્યુ શ્યામ વિહાર દામોદર નગરના રહેવાસી રાકેશ કુમાર આ દિવસોમાં કાનપુર ગ્રામ્ય વિસ્તારના ભોગનીપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. રાકેશનો એકમાત્ર પુત્ર ઋષભ એપોલો ઇન્સ્ટિટ્યૂટમાંથી બી.ટેકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. 23 વર્ષીય ઋષભને બુધવારે સાંજે ફોન આવ્યો હતો. ફોન આવ્યા બાદ તે સાંજે 4.50 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો. રાત સુધી ઋષભ પરત ન આવતાં તેની શોધખોળ શરૂ કરી હતી. ગુરુવારે સવાર સુધી ઘરે પરત ન ફરતાં પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે તેની શોધખોળ ચાલુ રાખી અને ગુરુવારે સાંજે કિસાન નગર કેનાલમાં 23 વર્ષીય ઋષભનો મૃતદેહ સચેંદીના કિસાન નગર પાસેની કેનાલમાંથી મળી આવ્યો. મૃતદેહ પાણીમાં પડ્યો હોવાની જાણ થતાં પોલીસે તેની ઓળખ કરી હતી. આ મામલામાં એએસપી સંકલ્પ શર્માનું કહેવું છે કે ઈન્સ્પેક્ટરના પુત્રના ગુમ થવાનો રિપોર્ટ બપોરે લખવામાં આવ્યો હતો, જેની ડેથ બોડી સચેંદીમાં મળી છે, તેની હત્યા કરવામાં આવી છે.

આ મામલામાં ડીસીપી સાઉથ સંકલ્પ શર્મા અન્ય અધિકારીઓ સાથે ઈન્સ્પેક્ટરના ઘરે પહોંચ્યા અને સચેંદીમાં મળેલી ડેડ બોડીનો ફોટો બતાવ્યો, ત્યારબાદ સંબંધીઓએ લાશની ઓળખ કરી. એકમાત્ર પુત્રની હત્યાની પુષ્ટિ થતાં પરિવારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ સર્વેલન્સની મદદથી સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.