ક્રાઇમ કેપિટલ બન્યું ‘સુરત’ / નરાધમોએ બાળકીને પીંખી : સુરતમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી કરી હત્યા, પછી નરાધમે જે કર્યું એ જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

ટોપ ન્યૂઝ સુરત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી. 12 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હસવનો શિકાર બનાવી હતી. બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર દુષ્કર્મ આચરી તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યો હતો. પરિવારે બાળાની શોધ કરી સરવાર માટે લઈ ગયા હતા પણ ઘણું મોડું થઈ ગયું હતું. આ અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું. હાલ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાયો છે.

બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જ નથી. કામરેજના પાસોદ્રા વિસ્તારમાં ગ્રીષ્મા હત્યા પ્રકરણની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં તો પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં રવિવારના રોજ ઔદ્યોગિક એકમોની ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા પરિવારમાં બે બાળા પણ હતી. રવિવારે બે બાળા ઘરે એકલી હતી અને માતાપિતા નોકરી ઉપર ગયા હતા. સાંજના સમયે 7 વર્ષની બાળા બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી. એ સમયે 12 વર્ષની બાળા એકલી હતી અને ત્યારે અજાણ્યો નરાધમ આ બાળકીને ત્યાંથી આજ બિલ્ડીંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો. હવસખોરોએ માસૂમ બાળાને પીંખી નાખી હતી.

બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી હતી અને નરાધમ બાળકીને રૂમમાં બેભાન અવસ્થામાં મૂકીને તાળું મારીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સાંજે બાળકીના માતાપિતા આવતા બાળકી નજરે નહિ પડતા તેની શોધખોળ હાથ ધરી હતી. એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળી હતી. જેથી સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તબીબ નહિ મળતા બાળકીને ત્યાંથી ચલથાણની ખાનગીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સુધી મોડું થઈ જતા માસૂમ બાળકીનું પ્રાણ પાંખરુ ઉડી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શંકમંદોની ઊંચકી લાવી પૂછતાછ કરી રહી છે.

આ અરેરાટી ફેલાવતી ઘટનામાં નજીકમાં રહેતા નરાધમો સંડોવણીની શકયતા દેખાઈ રહેલી છે. આ બિલ્ડીંગમાં અંદાજીત 10 જેટલા પરિવારો રહે છે અને બાળકી એકલી હોય એ આજ બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિ જાણતો હોય તે સ્વભાવિક છે. આવા જ વ્યક્તિએ બાળકીને પોતાની વાસનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી હોય તેવી શકયતાના આધારે એ જ દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે. નજીકના વ્યક્તિ જ આ પ્રકારની ગંભીર કૃત્ય કર્યા બાદ રૂમને તાળું મારવાની હિંમત કરી શકે એ સ્વાભાવિક છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના તેમજ બિલ્ડીંગના અન્ય રહીશોના નિવેદનના આધારે સાઈબા અને સૂચિ મિલમાંથી બે શકમંદોને પોલીસ ઊંચકી લીધા બાદ તેની પૂછપરછ કરી રહી છે. ગંગાધરા આઉટ પોસ્ટ પર એલ.સી.બી. તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ આરોપીની પૂછપરછ કરી છે. માસૂમ બાળાની હત્યાના પરપ્રાંતીય વિસ્તારમાં તેમજ પલસાણા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે. જેને આ પ્રકરણને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ડીકે ચૌધરી (પીઆઈ) એ જણાવ્યું હતું કે ગુમ થયાના કલાકો બાદ માસૂમ કિશોરીનો મૃતદેહ એજ એપાર્ટમેન્ટના પાછળના ભાગે એક બંધ રૂમમાંથી મળી આવ્યો હતો. માતા પિતા મજૂરી કામ કરે છે. બે શકમંદોની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. અપહરણ બાદ દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ જરૂરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.