AAP નેતા ઈસુદાન ગઢવીનું ચોંકાવનારું નિવેદન : કહ્યું મારો લિકર(દારૂ) નો રિપોર્ટ ભાજપના આ નેતાએ બદલાવ્યો, મોગલમાં ના સોગંધ… : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ઈસુદાન ગઢવી એ કહ્યું : છેડતી અને દારૂનો આક્ષેપ કર્યો તો હવે ડ્રગ્સનો આરોપ મૂકશો?

આમ આદમી પાર્ટી(AAP)ના નેતા ઇસુદાન ગઢવીનો લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે આજે ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે રિપોર્ટ સામે શંકા વ્યક્ત કરી જણાવ્યું હતું કે બ્રેથ એનેલાઈઝરમાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મને પકડ્યો ત્યારે કોઈ ગંધ આવતી નહોતી. મારા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો. હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છું મેં ક્યારેય દારૂ પીધો નથી. ભાજપના મહિલા કાર્યકર 20 ફૂટ છેટાં હતાં છતાં છેડતીની ફરિયાદ કરી. ઈસુદાન આખરે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયાં હતાં.

સુપર સીએમ સીઆર પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોઈ શકે છે
રિપોર્ટમાં મને શંકા છે, મારો લાઇ ડિટેક્ટ ટેસ્ટ કરવામાં આવે. 13 દિવસના જેલવાસ બાદ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મારો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુપર સીએમ સીઆર પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોઈ શકે છે. ભાજપની સરકાર જ છે.

મારો બ્રેન મેપિંગ ટેસ્ટ કરાવોઃ ઇસુદાન
ઇસુદાને વધુમાં કહ્યું હતું કે હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છું કે હું દારૂ પીતો નથી. વીડિયો રેકોર્ડિંગ સાથે લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવે, બ્રેન મેપિંગ ટેસ્ટ કરાવાય, જ્યાં ભાજપની સરકાર ન હોય ત્યાં ટેસ્ટ કરવામાં આવે. મારી માગ છે કે મારું જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું એને સાચવી રાખવામાં આવે. પ્રજા માટે લડવું ગુનો છે ? છેડતી અને દારૂનો આક્ષેપ કર્યો તો હવે ડ્રગ્સનો આરોપ મૂકશો?

દિલ્હીની લીગલ ટીમ ઇસુદાન સાથે છે
સુપ્રીમકોર્ટના વકીલ ઋષિકેશ કુમારે જણાવ્યું હતું કે ઇસુદાન ગઢવીનો દારૂ પીવાનો કેસ જામીનલાયક છે. બધા આરોપ ખોટા છે. આમનો ટેસ્ટ બીજા રાજ્યમાં કરવામાં આવે અને બ્લડ પણ ફ્રીઝ કરવામાં આવે. પોલીસે એક એક આરોપ સાબિત કરવા પડશે. જો સાબિત ન કરી શકે તો અમે ઇસુદાનભાઈને સલાહ આપીશું કે બદનક્ષીનો દાવો કરો. અમે દિલ્હીની સમગ્ર લીગલ ટીમ તેમની સાથે છીએ. અમે ન્યાય મેળવવા માટેની શરૂઆત કરી છે.

ઈશુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જ્યારે 13મા દિવસ જેલવાસ બાદ પરત ફર્યા પછી મને મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે તમારો લિંકર રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, ત્યારે હું નિષ્ઠાથી કવ છું કે મે જીંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. અને છતાંયે જ્યારે મને તે દિવસે કહેવામાં આવ્યું કે તમે લથડિયા ખાવ છો, ત્યારે પોલીસે મને જણાવ્યું કે તમારો લિંકર ટેસ્ટ કરાવવાનો છે? ત્યારે મેં માંગણી કરી હતી કે પ્રાઈવેટમાં ટેસ્ટ કરાવીએ. ત્યારે પોલીસે મને જણાવ્યું કે તમે ચિંતા ન કરો. મેં કીધું કંઈ વાંધો નહીં. મને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં બ્લડ લેવામાં આવ્યું, ડોક્ટરે ચેકઅપ કર્યું, મારી આંખો જોઈ, વાસ ચેક કરી પરંતુ ક્યાય આવી નહોતી. સ્વાભાવિક છે કે ત્યારબાદ મને લોકઅપમાં લઈ જવામાં આવ્યા. ત્યારબાદ સાંજે મેં રિપોર્ટ માંગ્યો તો તેમણે જણાવ્યું કે રિપોર્ટ તો 48 કલાક પછી આવશે. પછી મને મશીનથી ફૂંક મરાવી ચેક કર્યું. ત્યારબાદ મને જણાવ્યું તો પોલીસે કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો રિપોર્ટ નેગેટીવ છે.

ઈશુદાને ભાર મૂકીને જણાવ્યું હતું કે મે જીંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. જ્યારે વાત હતી ભીડમાં ધક્કાભૂક્કીની તો.. મેં જેલમાંથી છૂટ્યા બાદ વીડિયો જોયો છે. જ્યારે મને DySP સાહેબ લઈને જાય છે, ત્યારે તેમને મને સવાલ કરતા મેં પાર્ટીના સિમ્બોલિક વિરોધ હોવાના કારણે હું અહીં ઉપસ્થિત હતો તેવું જણાવ્યું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલના બંગલે ભાજપના નેતાઓ વિરોધ કરવા ગયા છે, વિરોધ કરવો તો વિરોધ પક્ષનું કામ છે. હવે સવાલ લિંકર રિપોર્ટની વાત કરીએ તો ભવિષ્યમાં અનેક કેસ કરવામાં આવ્યા છે, પરંતુ એક નિયમ છે કે ડિટેઈન કરીને છોડી દેવામાં આવે છે.

અમે વિપક્ષની ભૂમિકામાં હોય ત્યારે સ્વાભાવિક પણે મારા પર ભાજપ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ મારે જનતાને જણાવવાનું છે કે અમે આવા આરોપો માટે મનથી તૈયાર છીએ. ભાજપ હંમેશાં આવી નિમ્નકક્ષાની રાજનીતિ કરે છે. બેન દીકરીને 20 ફૂટ દૂર હોય તો માણસ કંઈ રીતે છેડતી કરે. છતાં ભાજપે અમારા પર આવા આક્ષેપ કર્યા. દારૂ પીધેલા હોવાના આક્ષેપમાં મેં કદી જિંદગીમાં દારૂ નથી પીધો હોવાનું કવ છું. તમે મારા વિશે કોઈને પણ પુછો ત્યારે જવાબ એક જ હશે કે ઈશુદાનભાઈ ક્યારેય દારૂ ન પીવે. તેમ છતાં આક્ષેપ કરવો અને આક્ષેપને ફરિયાદમાં કન્વર્ટ કરવું અને પાછળથી ફરી લિંકર રિપોર્ટ પોઝિટીવ લાવીને મારી પ્રતિષ્ઠામાં હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.

હવે તમે વિચાર કરજો કે રિપોર્ટ 48 કલાકમાં આવી જાય. ન આવે.. પાછળથી હું જેલમાંથી છૂટ્યા પછી રિપોર્ટ પોઝિટીવ છે. ત્યારે મારી માંગણી છે કે આજે મારો જે પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે તે શંકાપૂર્ણ રિપોર્ટ છે. તેવું હું પર્સનલી માનું છું. મેં જિંદગીમાં દારૂ પીધો નથી. અને હું તે વાત પર કાયમ છું. હવે જ્યારે વાત છે આલ્કોહોલ મળી આવવાની તો રાજકીય દબાણના કારણે રિપોર્ટ બદલાની સંભાવના હોઈ શકે છે. રિપોર્ટમાં ફેરફાર અને છેડછાડ કરાવવાની પુરેપુરી સંભાવના છે. આજે બે દિવસ બાદ મેં નક્કી કર્યું છે અને લીગલ ટીમ સાથે પણ ચર્ચા કરીને તે તારણ પર પહોંચ્યા છીએ કે મારો લાઈવ ડિટેક્ટીવ ટેસ્ટ કરાવાવામાં આવે. હું હનુમાન તો નથી કે છાતી ચીરીને દેખાડી શકું, તેમ છતાં જનતાને કહેવા માંગું છું કે હું મોગલ માને સોંગદ કહીને જણાવું છું કે મેં દારૂ પીધો નથી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/03/isudan-test_1641196821/mp4/v360.mp4 )

મારી ડિમાન્ડ તે છે કે મારો બ્રેન મેપિંક ટેસ્ટ, લાઈવ ડિટેક્ટીવ ટેસ્ટ, વીડિયો રેકોર્ડિંગ સાથે થાય. પરંતુ મારી માંગણી છે કે જ્યાં ભાજપની સરકાર ન હોય ત્યાં મારો ટેસ્ટ થાય. અહીં એફએસએલમાં રિપોર્ટ કરાવ્યો હોય ત્યાં મેં જિંદગીમાં દારૂ પીધો નથી તેમ છતાં પોઝિટીવ રિપોર્ટ આવતો હોય તો બીજું કહેવું શું? દારૂ પીવાના આરોપ પર ઇસુદાન ગઢવીએ કહ્યું, મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો.. આ રિપોર્ટ ખોટો છે,દબાણના કારણે રિપોર્ટ બદલાયો છે.

ઇશુદાને વધુમાં જણાવ્યું હતુ કે, મારો લાઇડીટેક્ટર ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ છે. મા માંગલના સાોગંધ ખાઇને કહુ છે કે મે જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. મારો બ્રેઇન રીપોર્ટ ટેસ્ટ કરવામાં આવે, જ્યાં ભાજપાની સરકાર ન હોય ત્યાં વિડિયો રેકોર્ડીંગ સાથે ટેસ્ટ થાય. મારે વિનંતી છે કે મારુ લોહી ટેસ્ટ માટે લેવાયું હતું તે સરકાર સાચવી રાખે. અમે એ અંગે કાયદાકીય લડાઇ લડવાના છીએ. ઇશુદાને પેપર લીક થયાની ચર્ચા મુદ્દે જણાવ્યું હતું કે હાલ તે ચર્ચા નથી પણ મારા દારૂ પીધાની ચર્ચા છે. હુ ગુજરાતના લોકો અને તેમના બાળકોની ભવિષ્ય માટે લડવાનો છું. હવે હું પોલીસ મથકે રજુ થવા જઇશ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.