આલે લે તારે / નબીરાઓએ એવી જગ્યાએ દારૂ છુપાવ્યો કે શોધવામાં પોલીસને પણ આંટા આવી ગયા, જુઓ ક્યાંથી નીકળ્યો દારૂ….

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બૂટલેગરો દ્વારા નવા નવા કિમીયા અજમાવવામાં આવે છે. ત્યારે પંચમહાલ એલસીબી પોલીસે દારૂની હેરાફેરીના કિમીયાનો પર્દાફાશ કર્યો છે, જે જોઈ તમારું મગજ પણ ચકરાવે ચડી જશે. આખરે કેવી રીતે રસ્તા પર પાથરવામાં આવતા ડામરની આડમાં બુટલેગરો કેવી રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા હતા તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલ ટોલનાકા નજીકથી સચોટ બાતમીના આધારે ડામરના ટેન્કરની આડમાં ખુફિયા ખાનું બનાવી લઇ જવાતો રૂપિયા 4 લાખ ઉપરાંતની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. દારૂની જે ઢબે હેરાફેરી કરવામાં આવી રહી હતી તે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

જે વાહનમાં લાખોની કિંમતનો દારૂ હેરાફેરી કરાઈ રહ્યો હતો તે રસ્તો બનાવવા માટે વપરાતા ડામરનું ટેન્કર હતું. બૂટલેગરોએ આ ટેન્કરના આગળના ભાગે એક સીડી સાથે ખુફિયા ખાનું એવી રીતે બનાવ્યું કે બંને તરફથી ખોલ્યા બાદ સીડી ઊંચી કરો તો તેની સાથે ખુફિયા ખાનાનો દરવાજો ઊંચો થાય.

પ્રથમ નજરે કોઈ ને પણ ખ્યાલ ન આવે તેવી તરકીબથી આ ચોર ખાનું બનાવવામાં આવ્યું હતું. જ્યારે ટેન્કર પકડાયું ત્યારે ખાનું શોધવામાં પોલીસને પણ આંટા આવી ગયા હતા. ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દારૂની હેરાફેરી માટે ખાનું એવી રિતે બનાવવા માં આવ્યું હતું કે તેને શોધવા માં મગજ ચકરાવે ચડી જાય.

એલસીબી પોલીસે ડામર ટેન્કરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતા ટેન્કરમાંથી વિદેશી દારૂના પાઉચ, ક્વાટરીયા તથા બીયર ટીન મળી કુલ રૂપિયા કિ.રૂ.૪,૬૭,૪૭૨ કિંમતની ૧૪૦ નંગ વિદેશી દારૂની પેટીઓ મળી હતી. તથા ટાટા ૪૦૭ પીકપ ટેન્કર મળી કુલ કિ.રૂ.૬,૬૭,૯૭૨/- ના પ્રોહી મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે.

આ દારૂ હેરાફેરીમાં ટેન્કર સાથે મહાવીરસીંગ ફૌજસીંગ પુરાવત અને વિનોદકુમાર ઉર્ફે મુકેશ ભેરૂલાલજી ઉર્ફેને ઝડપી પાડવામાં આવ્યો છે. આ દારૂ ગોધરા તરફથી વડોદરા કઈ બાજુ લઈ જવાતો હતો અને કોણે મંગાવ્યો હતો, તેમજ શુ આ દારૂ ચૂંટણી માટે તો નહોતો લઈ જવાતો ને તે દિશામાં તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.