શિક્ષક બન્યો હેવાન / જુઓ ગીર ગઢડામાં નફફટ શિક્ષકે માસુમ બાળકી સાથે કર્યા અડપલાં, જુઓ પછી ગ્રામજનોએ એવો વધાવ્યો કે જાણીને તમે પણ હચમચી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યમાં બાળકી સાથે શારીરિક અડપલા થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ફરી એકવખત રાજ્યમાં શિક્ષક શૈતાન બન્યો છે. ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાના અંબાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ શિક્ષકે વિદ્યાર્થીની શારીરિક અડપલા કરતા ઉશ્કેરાયેલા ગામ લોકોએ શિક્ષકની શાળામાં ધસી જઇ મેથીપાક ચખાડ્યો હતો.

સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે પણ શિક્ષકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની અંબાડા ગામની પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીની સાથે શાળાના પીટી ટીચર નિહાર બારડે શારીરિક અડપલા કરતા ઉશ્કેરાયેલા વાલીઓએ પીટી શિક્ષકની શાળામાં જ ધોલાઈ કરી હતી.

સમગ્ર મામલાને લઈને વિદ્યાર્થીના વાલીઓએ પ્રિન્સિપાલને પીટી શિક્ષકના વર્તનને લઈને અનેક ફરિયાદો કરી હોવાની વિગતો પણ મળી રહી છે. પરંતુ શિક્ષક વિરુદ્ધ શાળાના આચાર્ય દ્વારા કોઈપણ કાર્યવાહી ન થતા અંતે 10 તારીખના રોજ ગામ લોકોએ પીટી શિક્ષકની શાળામાં ધોલાઈ કરી નાખી હતી.

જ્યાં સુધી શાળાના લંપટ શિક્ષક અને શંકાસ્પદ આચાર્ય સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. શાળાના આચાર્ય દ્વારા શિક્ષક વિરુદ્ધ કોઈ પગલા નહીં ભરવામાં આવતા અંતે વાલીઓએ શાળામાં જઈને આ શિક્ષકની ધોલાઈ કરીને પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર મામલામાં આરોપી શિક્ષક વિરુદ્ધ પોકસો કાયદા તળે ફરિયાદ નોંધાય છે.

ફરિયાદ નોંધાવનાર ધોરણ પાંચની વિદ્યાર્થીનીની માતાએ ગીરગઢડા પોલીસ મથકમાં તેમની 11 વર્ષની પુત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેને લઈને ગીરગઢડા પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *