ભ્રષ્ટાચારનો અખાડો ગુજરાત / જુઓ મેદાન પર પાસ થયેલા ઉમેદવારોના નામ ઓનલાઇન મેરિટમાંથી કપાઇ ગયા

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં હાલ ભરતી ભ્રષ્ટાચારનો અખાડો બની ચુકી હોય તેવું ચિત્ર બની રહ્યું છે. એક પછી એક પેપર ફુટી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ મુદ્દાઓને પ્રકાશમાં લાવે છે. આખરે સરકાર ખાંડા ખખડાવીને ભરતીઓ રદ્દ કરી દે છે. જો કે આ રદ્દ થયેલી ભરતીઓ વર્ષો સુધી લટકેલી રહે છે. તેવામાં યુવરાજસિંહ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, 2014 પછી થયેલી તમામ ભરતીઓની CBI તપાસ કરાવવામાં આવે. તેવામાં 2014 પછી થયેલી તમામ ભરતીઓમાં કૌભાંડ થયું હોવાની શક્યતા સેવાઇ રહી છે.

આટલું ઓછું પડતું હોય તેમ LRD અને PSI પરીક્ષાનું કૌભાંડ થયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ્યમાં કેટલાક ઉમેદવારો મેદાન પર દોડમાં તથા શારીરિક ચકાસણીમાં પાસ થયા હતા. જેના પગલે તેમના કોલલેટર પર પોલીસ દ્વારા પાસના સિક્કા પણ મારી દેવામાં આવ્યા હતા.

જો કે જ્યારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા યાદી બહાર પાડવામાં આવી ત્યારે અનેક ઉમેદવારનાં નામ તેમાં નહી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે હવે એલઆરડી અને પીએસઆઇ ભરતીમાં પણ કૌભાંડ શરૂ થઇ ગયા હોય તેવી શક્યતાને પગલે વિદ્યાર્થીઓ ફરી નિરાશ થઇ ગયા છે.

હાલ ટ્વિટર પર આ સમગ્ર મામલો ટ્રેન્ડ પણ થઇ રહ્યો છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને વિકાસ સહાયને વિદ્યાર્થિઓ ટ્વીટ કરી કરીને અપીલ કરી રહ્યા છે. જો કે હજી સુધી આ અંગે કોઇ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી. આ પ્રકારનાં કોલ લેટરનું નિરાકરણ કઇ રીતે કરવામાં આવશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, પોલીસ ભરતી બોર્ડના હસમુખ પટેલ પર લોકો વિશ્વાસ મુકી રહ્યા હતા. જો કે આ સામે આવ્યા બાદ હવે વિકાસ સહાય અને હસમુખ પટેલ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.