નરેશ પટેલનું મોટું નિવેદન / ખોડલધામના મંચ પરથી નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે કરી મોટી જાહેરાત

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ મંદિર (khodaldham temple) નો પંચવર્ષીય પાટોત્સવ ઉજવણી થઈ રહી છે. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ધ્વજારોહણ થયું. ત્યારપછી મહા આરતી. તેના પછી નરેશ પટેલે (Naresh Patel) સમાજને સંબોધન કર્યું છે. જેમાં તેમણે રાજકારણ (gujarat politics) માં આવવા અંગે મોટી વાત કરી હતી. કાગવડમાં ખોડલધામ મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવની ઉજવણીમાં નરેશ પટેલે જાહેરમાં મીડિયા સામે કહ્યું કે, સમાજ કહેશે તો રાજનીતિમાં આવીશ.

રાજકારણમાં જોડાવવાને લઈ નરેશ પટેલનું મોટું નિવેદન આપ્યું કે, રાજકારણમાં આવવું તે મારા માટે સમયનો પ્રશ્ન છે. અહી બેસેલા સમાજના આગેવાનો અને નેતાઓ કહેશે તો રાજકારણમાં ચોક્ક્સથી જોડાઈશ. સમાજના આગેવાનો અમારા મહારથીઓ છે. જ્યારે પણ આવીશ ત્યારે ખોડલધામના મંચ પરથી રાજકારણમાં જોડાવવાની વાત નહી કરું. રાજકારણમાં જોડાવવાની વાત મારી રીતે ખાનગીમાં કરીશ.

પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે મોટું અને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે પાટીદાર સમાજ નક્કી કરશે. રાજકીય નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, પાટીદાર સમાજના મુદ્દાને ધ્યાનમાં લઈને રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.

આજ રોજ સવારે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મા ખોડલનાં દર્શન કર્યાં હતાં. નરેશ પટેલે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં પણ ભાગ લીધો હતો. ખોડલધામમાં વહેલી સવારમાં જ મહાયજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યો છે. મંદિરના પટાંગણને રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારી દે વામાં આવ્યું છે. સવારે 9 વાગે નરેશ પટેલ મહાઆરતી કરી હતી. તેમજ હાલ ખોડલધામ મંદિરની યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ સાથે જ પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલે આજે પાટોત્સવ પ્રસંગે કેટલીક સમાજ ઉપયોગી જાહેરાત કરી હતી. મહત્વની વાત એ છે કે મહાઆરતી ના માત્ર ખોડલધામમાં પણ સાથે સાથે વિશ્વભરમાં 10 હજારથી પણ વધુ સ્થળ પર થઈ છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર, રાજસ્‍થાન, MP, UP, બિહાર સહિતના રાજ્યોમાં આરતી કરવામાં આવી છે.

જ્યારે અન્ય દેશોમાં અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેન્યા સહિતના દેશોમાં મહાઆરતીનું આયોજન થયું છે. એટલે કે જ્યાં જ્યાં વસે છે પાટીદાર ત્યાં ત્યાં ઉજવણી કરવામાં આવી છે. ખોડલધામ મંદિરના પટાંગણમાં ગોંડલની મહિલાઓએ 3 મોટી રંગોળીઓ તૈયાર કરી છે. તેમજ અલગ અલગ જગ્યાએ આસોપાલવના તોરણ સાથે ફૂલોની પણ સજાવટ કરવામાં આવી છે. તેમજ મહાયજ્ઞ કુંડની પણ તૈયારી કરવામાં આવી છે. કારોનાના કારણે આ મહોત્સવ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઈ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.