તેરી જીદ,મેરી જીત / સુરતમાં નબીરાઓના નવાબી શોખ, હાથમાં બંદૂક પકડીને બુલેટ પર ‘શોલે’ના જય-વીરુ એ રાત્રી કર્ફ્યુંને ઘોળી ને પીધો, પોલીસ ઊંઘતી રહી : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરત (surat) માં રાત્રિ કર્ફ્યૂના ધજાગરા ઉડાવતી અને પોલીસને પડકાર ફેંકતી ઘટના બની છે. બાઈક સ્ટંટ કરીને બંદૂક પકડીને ફરતા યુવકનો વીડિયો (viral videi) સોશિયલ મીડિયામાં વાયરલ છે. નિક ઓડેદરા નામના શખ્સે બેખૌફ બનીને રસ્તા પર સ્ટંટ કર્યાં છે. તેણે હાથમાં બંદૂક રાખી બાઈક પર સ્ટંટ (bike stunt) કર્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ના શહેર સુરતમાં જ રાત્રિ કરફ્યુના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. નવાબી શોખ રાખનાર નિક આડેદરા નામના યુવકનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નિક ઓડેદરા નામના શખ્સે હાથમાં ખુલ્લેઆમ બંદૂક રાખીને બાઈક પર સ્ટંટ કર્યો હતો. એટલુ જ નહિ, આ યુવક બાઈક પર એક યુવકની ઉપર ચઢીને બેસ્યો છે. બાઇક ચાલક પર બેસીને બાઇક સવારી કરવાનો નવાબી શોખનો વીડિયો અત્યંત ચોંકાવનારો છે. નિક ઓડેદરા સુરત (surat crime) માં અવારનવાર ચર્ચામાં રહે છે.

અગાઉ પણ નિક ઓડેદરાએ અનેક ગુના આચર્યા છે. ત્યારે સવાલ છે કે, શું આવા યુવકોને ગુના આચરવાના પરવાના મળી ગયા છે. શું નિક ઓડેદરાના કાયદા લાગુ નથી પડતા. રાત્રિ કર્ફ્યૂમાં આવા સ્ટંટ કેમ કરવામાં આવે છે. શું નિક ઓડેદરાને કાયદાનો ડર નથી. અવાર નવાર નિયમોના લીરા ઉડાવતા નિક ઓડેદરા સામે કેમ કડક કાર્યવાહી નથી થતી. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં અગાઉ પર આ રીતે અનેક પ્રકારના નબીરાઓ સ્ટંટ કરતા દેખાયા છે, છતા પોલીસનો ડર લોકોમાં રહ્યો નથી.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રાત્રી કર્ફયુનો કડક અમલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં ટ્રાફિક વિભાગ અને પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સુરતમાં રાત્રી કર્ફ્યુના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. મોડી રાતે જાહેરમાં સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. નિક ઓડેદરા નામના શખ્સે હાથમાં બંદૂક રાખીને વિડીયો ઉતાર્યો છે. સાથે જ બાઈક પર બાઈક ચાલકની ઉપર બેસીને સવારી કરતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, નિક ઓડેદરા સામે અનેકવાર ગુના નોંધાઈ ચૂક્યા છે. પરંતુ કાયદાને જાણે ધોળીને પી ગયો હોય તેમ તેનું વર્તન જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=462741691977672 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.