સુરતના ગોડાદરાના કૈલાશનગરમાં ઇલેક્ટ્રિકના દુકાનદારને જાહેરમાં ફટકારી ચપ્પુના ઘા મારી પતાવી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ પોલીસ ડ્રાઈવમાં કોઈ પણ વાહન ચાલક પાસે કોઈપણ પ્રકારના હથિયાર ન મળી આવ્યા બાદ વેપારીની હત્યાને લઈ પોલીસ કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. પીઆઇ ઝાલાએ કહ્યું હતું કે, ઇલેક્ટ્રિકની દુકાનમાં ખાવાનું તેલ લેવા આવેલા ઈસમ સાથે માથાકૂટ થયા બાદ વેપારીની હત્યા કરવામાં આવી છે. હાલ લૂંટને લઈ તપાસ ચાલી રહી છે. ઘટના બાદ હત્યાના આરોપી CCTV કેમેરામાં કેદ થયા છે.
પોલીસે જણાવ્યું હતું કે, ઘટના સોમવારની રાતની છે. દેવરામ ભરતભાઇ ચૌધરી પાર્ટનરશિપમાં કૈલાશ નગર દેવ નારાયણ કોમ્પ્લેશમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા હતા. સોમવારે દુકાન પર આવેલા દેવરામ પાસે ગ્રાહકે ખાવાનું તેલ માગી વિવાદ કર્યો હતો. ખબર નથી પડતી ઇલેક્ટ્રિકની દુકાન પર તેલ માગે છે કહી દેવરામભાઈએ ઠપકો વાત વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી.
અજાણ્યા ઇસમે ફોન કરી મિત્રો બોલાવ્યા બાદ દેવરામને દુકાનની બહાર કાઢી જાહેરમાં ફટકાર્યા હતા. ત્યારબાદ ચપ્પુના ઘા મારી પતાવી દેવાયા હતા. દેવરામભાઈ મોતને ભેટ્યા હોવાનું જાણતાની સાથે જ હુમલાખોરો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી. હાલ તપાસ ચાલી રહી છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/22/p2c_1645522665/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!